________________
ગાથા ૩૯-૪૦ ૧૯ તપેવિધિ-પંચાશક : ૩૮૩૯
આ તપ આગમમાં દેખાતા નથી એવી શંકાનું સમાધાન :चित्तं चित्तपयजुयं, जिणिंदवयणं असेससत्तहियं । परिसुद्धमेत्थ किं तं, जं जीवाणं हियं णथि ॥ ३९ ॥
જિનાગમ અંગકૃત અને અંગબાહ્યશ્રુત આદિ ભેદોથી અનેક પ્રકારનું છે, વિવિધ અર્થોનું પ્રતિપાદન કરનાર પદોથી યુક્ત છે, ભવ્ય જીવની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગને સ્વીકારવાના ઉપાને જણાવનાર હોવાથી સઘળા જીને ઉપકારક છે, સુવાની જેમ કષ, છેદ અને તાપથી નિર્દોષ છે, આ પ્રમાણે આ જિનાગમમાં જેને જે હિતકર ન હોય તે શું છે? અર્થાત્ જિનાગમમાં જે કંઈ છે તે બધું ય જીવને હિતકર છે. આથી આ ત૫ (વર્તમાનકાળમાં) દેખાતા આગમમાં ઉપલબ્ધ થતો ન હોય તે પણ ઉપલબ્ધ છે એમ સમજવું. કારણ કે આ તપ તેવા પ્રકારના લોકોને હિતકર છે. (૩૯) દર્શન-જ્ઞાન-ચારિત્ર તપનું વર્ણન :सव्वगुणपसाहणमो, णेओ तिहि अट्ठमेहि परिसुद्धो । दंसणनाणचरित्ताण एस रेसिमि सुपसत्थो ॥ ४० ॥
દર્શન-જ્ઞાન-ચારિત્ર નિમિત્તે ત્રણ અઠ્ઠમોથી તાપવિશેષ થાય છે. આ તપ સર્વગુણેને લાવનાર, નિર્દોષ અને અતિ શય શુભ છે. આમાં એક અઠ્ઠમ દર્શનગુણની શુદ્ધિ માટે છે. એ પ્રમાણે બીજા બે અઠ્ઠમ જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ માટે છે. (૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org