________________
૧૯ તપૈાવિધિ-પચાશક
આદિ શબ્દથી અષ્ટકમસૂદન, તીથ કર . માતૃ, સમવસરણુ તપ, નીશ્વર, પુ'ડરીક, અક્ષયનિધિ, સવ સૌષ્ચસ પત્તિ વગેરે તપેા સમજવા. તેના વિધિ વગેરે આ પ્રમાણે છે. અષ્ટ કર્યુંસૂદન તપમાં ક્રમશઃ ઉપવાસ, એકાસણું, એક દાણાનું ઠામ ચેાવિહાર આયખિલ, એકલઠાણું, એકત્તિ આયખિલ, નીવિ, આયંબિલ, આઠ કાળિયાનું એકાસણુ એ આઠ તપની એક એળી એવી આઠ આળી કરવી. આમ આ તપ ૬૪ દિવસે પૂર્ણ થાય. ભાદરવા માસમાં તીથ કરની માતાની પૂજાપૂર્વક સાત એકાસણાથી તીથ કર માતૃતપ થાય છે. ભાદરવા માસમાં જ સમવસરણની પૂજાપૂર્ણાંક એકાસણું, નીવિ, આયખિલ અને ઉપવાસ એ ચાર માંથી શક્તિ પ્રમાણે કાઈ એક તપ ૧૬ દિવસ સુધી કરવા. એ પ્રમાણે ચાર ભાદરવા માસમાં ચાસમ દિવસેાથી આ તપ પૂર્ણ થાય. અમાવાસ્યામાં પટમાં આલેખેલા નદીશ્વર જિનચૈત્યની પૂજા પૂર્વક ઉપવાસ આદિ કાઈ તપ કરવા એ નીશ્વર તપ છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી પુંડરીક ગણધરની પૂજા પૂર્વક ઉપવાસ આદિ કાઈ તપ કરવા એ પુડરીક તપ છે. જિોખમ સમક્ષ કળશ સ્થાપીને તેમાં પ્રતિદિન એક મુઠી ચેાખા નાખવાથી જેટલા દિવસે તે કળશ ચાખાથી પૂર્ણ ભરાય તેટલા દિવસ એકાસણુ' વગેરે તપ કરવે। એ અક્ષયનિધિ તપ છે. એક એકમ, એ બીજ, ત્રણ ત્રીજ, એમ યાત્ પંદર પૂર્ણિમામાં ઉપવાસ કરવા એ સવ સૌખ્યુસપત્તિ તપ છે. આ પ્રમાણે બીજા પણ તપા છે. (૩૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org
: ૩૮૨ :
Jain Education International
ગાથા ૩૮