________________
ગાથા ૩૮
૧૯ તપેવિધિ-પંચાશક
: ૩૮૧ :
ઈન્દ્રિય વગેરે તપને નિદેશ :इंदियविजओवि तहा, कसायमहणो य जोगसुद्धीए । एमादओऽवि णेया, तहा तहा पंडियजणाओ ॥ ३८ ॥
ઇદ્રિયવિજય, કષાયમથન અને યોગશુદ્ધિ વગેરે પણ તપ છે, કયા તપનો શે વિધિ છે અને કો તપ કેટલો કરવાનો છે તે તપની આચરણાના અનુભવી પાસેથી જાણી લેવું. ઇંદ્રિયજય અને કષાયમથન તપને નામ પ્રમાણે અર્થ પ્રસિદ્ધ છે. જેનાથી મન-વચન-કાયાના વ્યાપારો નિર્દોષ બને તે
ગશુદ્ધિ તપ. આ તપનું સ્વરૂપ આચરણાથી જાણી લેવું. તે આ પ્રમાણે - ઇદ્રિયવિજયમાં એક ઇદ્રિયને આશ્રયીને પુરિમ, એકાસણું, નીવિ, આયબિલ અને ઉપવાસ એ પાંચ તપની એક ઓળી કરવી. એ પ્રમાણે બીજી ચાર ઇંદ્રિયોને આશ્રયીને એક એક ઓળી કરવી. આમ ઈદ્રિયવિજય તપમાં પચીશ દિવસે થાય. કષાયમથન તપમાં એક કષાયને આશ્રયીને એકાસણું, નીવિ, આયંબિલ અને ઉપવાસ એ ચાર તપની એક ઓળી કરવી. એ પ્રમાણે બીજા ત્રણ કષાયને આશ્રયીને ત્રણ ઓળી કરવી. આમ કષાયમથન તપમાં સેળ દિવસે થાય. યોગશુદ્ધિ તપમાં નિવિ, આયંબિલ અને ઉપવાસ એ ત્રણની એક ઓળી એવી ત્રણ ઓળી એક એક યોગને આશ્રયીને કરવી. આ તપમાં નવ દિવસે થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org