SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૬૬ : ૧૯ તપવિધિ-પંચાશક ગાથા ૩ - - અને કાળને જાણીને તે તે દેશ અને કાલ પ્રમાણે આચાર્યાદિની જરૂરિયાતને સમજીને સેવા કરવી. (૭) સર્વત્રામતિ-સવ કાર્યો તેમની અનુમતિથી-રજા લઈને કરવાં.* (૩) વૈયાવૃત્ય - વ્યાવૃત્ત એટલે અશનાદિ આપવાની પ્રવૃત્તિવાળ. વ્યાવૃત્તને-અશનાદિ આપવાની પ્રવૃત્તિવાળાને ભાવ કે કિયા તે વૈયાવૃત્યુ. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગલાન, શિક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ એ દશનું વિયાવૃત્ય કરવું એ વૈયાવૃત્યના દશ ભેદ છે. (૪) સ્વાધ્યાયઃ- સુરસારી રીતે. આ મર્યાદાથી, અર્થાત્ કાળ વગેરે જ્ઞાનાચારના પાલનપૂર્વક. અધ્યાય એટલે ભણવું. સારી રીતે મર્યાદાથી ભણવું તે સ્વાધ્યાય. તેના વાચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ ભેદો છે. " (૫) ધ્યાન- અંતમુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા તે દયાન. તેના આત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર ભેદ છે. આમાં પહેલા બે ધ્યાન સંસારનાં અને છેલ્લા બે મોક્ષનાં કારણ છે. આથી છેલ્લા બે જ કપરૂપ છે. * અહીં ટીકામાં જણાવેલા વિનયના આ ભેદ અને પેટભેદ દશવૈકાલિક નિર્યુક્તિની ૪૮ મી ગાથાની ટીકામાં છે. તદુપરાંત દશ. નિ. ગાય ૩૨૫-૩૨૬ (અ. ૯)માં તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણી એ તેરને આશાતના ત્યાગ, ભક્તિ, બહુમાન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરે એમ વિનયના (૧૩*૪=) બાવન ભેદ જણાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy