SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૪-૧૫ ૧૮ ભિક્ષુપ્રતિમા-પંચાશક : ૩૩૯ શ્રમણ સંઘ તેની પ્રશંસા કરવા પૂર્વક તેને ગચ્છમાં પ્રવેશ કરાવે. પ્રશ્ન - રાગ-દ્વેષથી પર એવા સાધુને આ રીતે ઠાઠમાઠથી પ્રવેશ કરાવવાનું શું કારણ? ઉત્તર :- આમાં તેના તપનું બહુમાન, બીજાઓની શ્રદ્ધાવૃદ્ધિ અને શાસનપ્રભાવના એમ ત્રણ કારણે છે. દ્વિમાસિક, ત્રિમાસિકી, યાવત્ સપ્તમાસિકી સુધી આ જ વિધિ છે. પણ ક્રમશ: એક એક દત્તિની વૃદ્ધિ થાય છે. બીજી પ્રતિમામાં બે, ત્રીજી પ્રતિમામાં ત્રણ, યાવત્ સાતમી પ્રતિમામાં સાત દક્તિ છે. (૧૩) આઠમી પ્રતિમાનું સ્વરૂપ - तत्तो य अट्ठमी खलु, हवह इहं पढमसत्तराईदी । तीइ चउत्थचउत्थेण पाणएणं अह विसेसो ॥ १४ ॥ उत्ताणग पासल्ली, सजी वावि ठाणगं ठाउं । सहउवसग्गे, घोरे, दिवाई तत्थ अविकंपो ॥ १५ ॥ ત્યારબાદ પહેલી સપ્તરાત્રિદિના રૂપ આઠમી પ્રતિમા ધારણ કરે. તેમાં પૂર્વોક્ત સાત પ્રતિમાઓથી નીચે મુજબ વિશેષતા છે : (૧) એકાંતરે વિહાર ઉપવાસ કરે. * સાત રાત-દિવસ પ્રમાણુવાળી ત્રણ પ્રતિમાઓને અલગ જુથ ગણીને એ ત્રણની અપેક્ષાએ આ પહેલી છે, અને પહેલેથી આઠમી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy