________________
: ૩૩૮ :
૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક
ગાથા ૧૩
(૨૦) દુષ્ટ અશ્વ, હાથી, સિંહ, વાઘ વગેરે આવે તે મરણભયથી એક પગલું પણ ખસે નહિ. મારવા માટે આવી રહેલ અશ્વ વગેરે દુષ્ટ પ્રાણુ સાધુ ખસી જાય તે પણ વનસ્પતિ વગેરેની વિરાધના કરે, એથી પ્રતિમા ધારી સાધુ ખસે નહિ. અદુષ્ટ પ્રાણ સાધુ ખસી જાય તે માગથી જ જાય. આથી વનસ્પતિ આદિની વિરાધના ન થવાથી અદુષ્ટ પ્રાણુ આવે તે પ્રતિમા ધારી ખસી જાય.
(૨૧) છાંયડામાંથી તડકામાં અને તડકામાંથી છાંયડામાં ન જાય.
આવા અભિગ્રહનું પાલન કરતા તે મહાત્મા માસ પૂર્ણ થાય ત્યાં સુધી એક ગામથી બીજા ગામ ફરતા રહે છે. (૧૨) માસ પૂર્ણ થયા પછી વિધિઃपच्छा गच्छमईई, एवं दुम्मासि तिमासि जा सत्त । णवरं दत्तिविवड्ढी, जा सत्त उ सत्तमासीए ॥ १३ ॥
માસિકલ્પ પૂર્ણ થયા પછી ઠાઠ-માઠથી ગચ્છમાં પ્રવેશ કરે. તેને વિધિ આ પ્રમાણે છે – જે ગામમાં ગ૭ હાય તેના નજીકના ગામમાં તે આવે આચાર્ય તેની પ્રવૃત્તિની (= આગમનની) તપાસ કરે. અર્થાત્ મહિનો પૂર્ણ થયો હાવાથી પ્રતિમાધારી સાધુ નજીકના ગામમાં આવ્યા છે કે નહિ તેની તપાસ કરાવે. પછી પ્રતિમારૂપ મહાન તપ પૂર્ણ કરીને સાધુ અહીં આવ્યા છે એમ રાજા વગેરેને જણાવે. પછી રાજા વગેરે લેક કે (રાજા વગેરે ન હોય તે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org