________________
ગાથા ૭થી૧૨ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૩૫ :
(૨) અધપેટા - પેટાની જેમ ચાર શ્રેણિની કહપના કરી બેદિશાની બે શ્રેણિમાં જવું.
(૩) ગમૂત્રિકા – ચાલતે બળદ મૂતરે ત્યારે મૂતરની જમીનમાં જેવી આકૃતિ થાય તેવી આકૃતિ પ્રમાણે ગોચરી જવું. અર્થાત્ સામસામી રહેલી ઘરની શ્રેણિઓમાં પહેલાં ડાબી શ્રેણિના પહેલા ઘરમાં, પછી જમણ શ્રેણિના પહેલા ઘરમાં, પછી ડાબી શ્રેણિના બીજા ઘરમાં, પછી જમણી શ્રેણિના બીજા ઘરમાં, પછી ડાબી શ્રેણિના ત્રીજા ઘરમાં, પછી જમણી શ્રેણિના ત્રીજા ઘરમાં, એમ અનુક્રમે સામસામેની બંને શ્રેણિઓના ઘરોમાં જવું.
(૪) પતંગવીથિકા- પતંગની જેમ અનિયત ક્રમથી ગમે તેમ ગોચરી માટે ફરવું.
(૫) શબૂકવૃત્તા – શંખની જેમ ગોળાકારે ગોચરી માટે ફેવું. આના જમણું તરફથી શરૂઆત કરીને ફરવું અને ડાબી તરફથી શરૂઆત કરીને ફરવું એમ બે ભેદ છે.
(૬) ગન્હાપ્રત્યાગતા - ઘરની એક લાઈનમાં જઈને તેની સામેની બીજી લાઈનથી ઉપાશ્રય તરફ પાછા આવવું. અથત ઉપાશ્રયની એક તરફની ગૃહશ્રેણિમાં ઉપાશ્રયથી ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં તે શ્રેણિ પૂરી કરીને તેની સામેની શ્રેણિમાં ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં
ઉપાશ્રય તરફ પાછા આવવું. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org