________________
: ૩૩૪ :
૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક
ગાથા ૮
(૮) ગર્ભિણું, નાના બાળકવાળી અને બાળકને ધવડાવતી સ્ત્રીના હાથે ન વહોરે.
[ સાતમી ગાથાને ભાવાર્થ પૂર્ણ થશે. ]
(૯) એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તે લે. (૭)
(૧૦)દિવસના આદિ, મધ્ય કે અંતકાળે ભિક્ષા માટે ફરે.
(૧૧) છ ગોચરભૂમિથી ગોચરી લે. જેમ ગાય ઊંચનીચ ઘાસને ચરતી ફરે છે, તેમ સાધુ ઊંચ-નીચ ઘરોમાં ભિક્ષા માટે ફરે તે ગોચર. છ ગોચરભૂમિ આ પ્રમાણે છેપિટા, અર્ધપેટા, ગેમૂત્રિકા, પતંગવીથિકા, શબૂકવૃત્તા અને અને ગત્વા પ્રત્યાગતા.
(૧) પેટા- પેટીની જેમ ગામમાં ચારે દિશામાં ચાર શ્રેણિઓથી ઘરોના વિભાગ કરીને તેની વચ્ચેનાં ઘર છોડી ચાર દિશામાં કપેલી ચાર લાઈનમાં જ ગોચરી જવું.
* પંચવસ્તુ ગ્રંથમાં ૩૦૧ મી ગાથામાં મિક્સરસા એ પદમાં આદિ, મધ્ય અને અંતને અનુક્રમે ભિક્ષાકાળ થયા પહેલાં, ભિક્ષાકાળ વખતે અને ભિક્ષાકાળ વીતી ગયા પછી એમ અર્થ કર્યો છે. દશાશ્રુતસ્કંધ ગ્રંથમાં અન્ય ભિક્ષાચરે વગેરેને અપ્રીતિ ન થાય એટલા માટે જે ભિક્ષાચરો ભિક્ષાકાળ પહેલાં કરતા હોય તે ભિક્ષાકાળ વખતે ગોચરી માટે ફરે, જે ભિક્ષાચરે ભિક્ષાકાળ વખતે ફરતા હોય તો ભિક્ષાકાળ પહેલાં કે ભિક્ષાચરે ભિક્ષા લઈ જાય પછી ભિક્ષા માટે ફરે ઈત્યાદિ
Jain જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org