________________
: ૩૩૨ ઃ ૧૮ ભિક્ષુ પ્રતિમા–પંચાશક ગાથા ૭ दुट्ठऽस्सहत्थिमाई, तो भएणं पयपि णोसरई । एमाइणियमसेवी, विहरइ जाऽखंडिओ मासो ॥ १२ ॥
પરિકમમાં ઘડાઈ ગયેલા તે મહાત્મા ગચ્છમાંથી નીકળીને ગચ્છને છોડીને માસિકી (માસપ્રમાણ) મહાપ્રતિજ્ઞા રૂપ મહાપ્રતિમાને સ્વીકાર કરે. તેમાં વિધિ આ પ્રમાણે છે - જે પ્રતિમા સ્વીકારનાર આચાર્ય હોય તે બીજા સાધુને આચાર્યપદે સ્થાપીને શરદ્દ ઋતુમાં શુભ દ્રવ્યાદિને યોગ થાય ત્યારે માસિકી પ્રતિમાનો સ્વીકાર કરે તથા ગચ્છમાંથી નીકળતાં પહેલાં સકળ સાધુઓને બેલાવીને ક્ષમાપના કરે. કહ્યું છે કે – खामेइ तओ संघ, सबालवुड्ढे जहोधियं एवं । अच्चंत संविग्गो, पुवविरुद्धे विसेसेण ॥ १४१५ ।। जंकिंचि पमाएणं, न सुटु मे वट्टियं मए पुधि । तं भे खामेमि अहं, निस्सल्लो निक्कसाओत्ति ॥ १४१६ पं०१० ॥
ત્યારબાદ અત્યંત સંવિગ્ન બનીને સબાલ-વૃદ્ધ સકલ (શ્રમણ) સંઘને નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે યથેચિત ખમાવે. પૂર્વે જેમની સાથે વિરોધ થયો હોય તેમને વિશેષરૂપે ખમાવે. (૧૪૧૫) પૂર્વે મેં પ્રમાદથી તમારા પ્રત્યે જે કંઈ સારું આચરણ ન કર્યું હોય તે બદલ નિઃશલ્ય અને કષાયરહિત હું તમને ખમાવું છું.” (૧૪૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org