________________
ગાથા ૪થી૬ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૨૭ :
–
હેવાથી તીર્થવૃદ્ધિ કરે છે. આથી સંપૂર્ણ દશપૂર્વધર પ્રતિમાદિકલપને સ્વીકાર ન કરે. આથી અહીં ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વધર પ્રતિમા ધારણ કરવાને ચગ્ય છે એમ કહ્યું છે. તથા જઘન્યથી પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વ સંબંધી આચાર નામની ત્રીજી વસ્તુથી જૂન શ્રુતજ્ઞાન જેને હોય તે અતિશયરહિત જ્ઞાનવાળા હોવાથી કાલાદિને ન જાણું શકે. આથી તે પ્રતિમાદિકપને ધારણ ન કરી શકે.
(૭) વ્યુત્કૃષ્ટ કાયઃ-રેગનો ઉપાય કરવો વગેરે કાયાની સેવાથી રહિત.
(૮) ત્યક્ત કાય - કાયાના મમત્વભાવથી રહિત. (દશાશ્ર. અ. ૭ ની ચૂર્ણિમાં) કહ્યું છે કે – अण्णो देहाउ अहं, नाणत्तं जस्स एवमुवलद्धं । सो किंचि आहिरिकं, न कुणइ देहस्स भंगेऽपि ॥ ९ ॥
દેહથી હું ભિન્ન છું એમ દેહથી આત્માનો ભેદ જેણે જે છે તે દેહ નાશ થાય તો પણ શરીરમાં થયેલા રાગાદિને જરા પણ પ્રતીકાર કરતા નથી.”
(૯) ઉપસર્ગ સહિષ્ણુ-જિનકલ્પીની જેમ દેવકૃત વગેરે ઉપસર્ગોને સહન કરનાર.
(૧૦) અભિગ્રહવાળી એષણ લેનાર - એષણાના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org