________________
: ૩૨૬ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪થી ૬
અને યોગના જાણકારોના દષ્ટાંત છે, અર્થાત્ જેમ લંબક વગેરે અભ્યાસથી પોતપોતાની ક્રિયામાં પ્રવીણ થાય છે તેમ અભ્યાસથી શરીરબળ થાય છે.”
(૫) ઘડાયેલ - ગ૭માં જ રહીને પ્રતિમાકલ્પના આહારાદિ સંબંધી પરિકર્મમાં (=અભ્યાસમાં કે તુલનામાં) ઘડાઈ ગયો હોય. કહ્યું છે કે - पडिमाप्पियतुल्लो, गच्छे श्चिय कुणइ दुविह परिकम्मं । आहारोवहिमाइसु, तहेव पडिवज्जए कप्पं ॥ १४११ पं.व. ॥
“ પ્રતિમાકલ્પ સમાન તે મહાત્મા ગચ્છમાં જ રહીને આહાર સંબંધી અને ઉપધિસંબંધી એમ બે પ્રકારનું પરિકમ કરે છે, પછી પ્રતિમાકલ્પનો સ્વીકાર કરે છે.” (૧૪૧૧)
આહારાદિ સંબંધી પરિકમ પછી જણાવવામાં આવશે. પરિકમનું કાલપરિમાણ આ પ્રમાણે છે – પ્રારંભની સાત પ્રતિમાઓમાં જે પ્રતિમાનો જેટલો કાળ છે તેટલો જ કાળ તેના પરિકર્મનો છે. તથા વષકાળમાં આ સાત પ્રતિમા એને સ્વીકાર ન કરે, અને પ્રતિકર્મ પણ ન કરે. પહેલી બે એક જ વર્ષમાં કરે. ત્રીજી-ચોથી એક એક વર્ષમાં કરે, બાકીની ત્રણ એક વર્ષે પ્રતિકર્મ અને બીજા વર્ષે સ્વીકાર એમ બે બે વર્ષોમાં કરે. આમ કુલ નવ વર્ષોમાં પ્રારંભની સાત પ્રતિમા પૂરી થાય.
(૬) શ્રત – સંપૂર્ણ દશ પૂર્વધરનું વચન અમોઘ હોય છે, અર્થાત્ એમની દેશનાથી કેઈ ને કોઈ ધર્મ પામે જ. આથી તે ધર્મદેશના વડે ભવ્ય જીવે ઉપર ઉપકાર કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org