________________
ગાથા ૪થી૬ ૧૮ શિક્ષુ પ્રતિમા–પંચાશક : ૩૨૫ :
एगो आया संजोगियं तु सेसं इमस्स पारणं । दुक्खनिमित्तं सव्वं, हिओ य मज्झत्थभावो सो ॥१४०३॥पं.व.
નીચેની ગાથામાં કહેવાશે તે પરમાર્થને હૃદયમાં ધારણ કરીને મમત્વભાવથી રહિત બનીને ગુરૂ આદિ વિશે તેમની સામે દૃષ્ટિ કરવી, તેમની સાથે બોલવું વગેરેનો ત્યાગ કરીને એકવ ભાવનાને અભ્યાસ કરે. (૧૪૦૨) આત્મા એકલો જ છે. સંગથી થયેલ શરીર વગેરે બધી વસ્તુઓ પ્રાયઃ આત્માના દુખનું કારણ છે. મધ્યસ્થ ભાવવાળો આત્મા હિતકર છે. (૧૪૦૩).
(૫) બલથી – બલથી તુલના શારીરિક અને માનસિક એમ બે પ્રકારે છે. કાન્સગ કરવાનું સામર્થ્ય એ શારીરિક બલ અને ધૃતિ એ માનસિક બળ છે. કહ્યું છે કે - इअ एगत्तसमेओ, सारीरं माणसं च दुविहंपि । भावइ बलं महप्पा, उस्सग्गधिईसरूवं तु । १४०६ पं. व. ।
આ પ્રમાણે એકત્વભાવથી યુક્ત બનેલા તે મહાત્મા કાયોત્સર્ગરૂપ શારીરિક અને ધૃતિરૂપ માનસિક એ બન્ને બળનો અભ્યાસ કરે.” (૧૪૦૬)
આ બળ અભ્યાસથી થાય છે. (દશાશ્રઅ. ૭ની ચૂર્ણિમાં) કહ્યું છે કે - पमेव य देहबलं, अभिक्ख-आसेवणाइ त होइ ।। लंखगमल्ले उपमा, आसकिसोरे व जोगविए ॥ १॥
એ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી શરીરબળ પણ થાય છે. આ વિષયમાં સંખક, મલ્લ, અશ્વ, બાળક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org