________________
- ૩૨૨ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪થી ૬
(૩) સાત્ત્વિક :- સારિક જીવ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગમાં હર્ષ—વિષાદ ન પામે.
(૪) ભાવિતાત્મા :-ગુરુની કે (જે ગુરુએ પ્રતિમાને સ્વીકાર કર્યો હોય તે) તે વખતે સ્થાપિત આચાર્યની અથવા ગચ્છની આગમાનુસાર અનુજ્ઞા મેળવીને જેણે ચિત્તને સદભાવનાથી ભાવિત બનાવ્યું હોય તે, અથવા જેણે (પ્રતિમાના સ્વીકાર પહેલાં) પ્રતિમાને અભ્યાસ કર્યો હોય તે,
પ્રતિમાને અભ્યાસ પાંચ તુલનાઓથી થાય છે. તે આ પ્રમાણે :तवेण सत्तेण सुत्तेण, एगत्तण बलेण य । तुलणा पंचहा बुत्ता, पडिमं पडिवज्जओ ।।
પ્રતિમાને સ્વીકાર કરનારની તપથી, સવથી, સૂત્રથી, એકવથી અને બલથી એમ પાંચ તુલના છે. ( તુલના એટલે પ્રતિમા સ્વીકારવાની યોગ્યતા આવી છે કે નહિ તેની પરીક્ષા કે ચકાસણી. અથવા ગ્યતા કેળવવાને ઉપાય.]
(૧) તપથી - ઉપવાસ વગેરે તપ કરે. કહ્યું છે કેचउभत्तेहिं जाउं, छठेहिं अट्टमेहिं दसमेहिं । बारस चोद्दसमेहि य, धीरावि इमं तुलितऽप्पं ।।
ધીર પુરુષો પણ સુધા ઉપર વિજય મેળવવા ઉપવાસ, છટ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ અને છ ઉપવાસથી આત્માની તુલના કરે છે.” + દશાશ્રુ અ. ૭, નિ. ગા. ૮ ની ચુર્ણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org