________________
૧૮ ભિક્ષુપ્રતિમા પચાશક સ્થિત-અસ્થિત ક૯૫ કહ્યો. હવે કપની સમાનતાની અપેક્ષાએ પ્રતિમાકલ્પનું પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે
णमिऊण वद्धमाणं, भिक्खुपडिमाण लेसओ किंपि । वोच्छं सुत्ताएसा, भवहियट्ठाइ पयडत्थं ॥ १ ॥
શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને ભવ્યના હિત માટે દશાશ્રુતસ્કંધ સૂત્રના અનુસારે ભિક્ષુ પ્રતિમાઓનું સ્પષ્ટ અર્થ સમજાય તે રીતે સંક્ષેપથી કંઈક વર્ણન કરીશ. ભિક્ષુપ્રતિમા=સાધુઓની વિશિષ્ટ પ્રતિજ્ઞા. (૧) પ્રતિમાની સંખ્યા અને સ્વરૂપ “बारस भिक्खूपडिमा, ओहेणं जिणवरेहि पण्णत्ता । सुहभावजुया काया, मासाइया जओ भणियं ॥ २ ॥ - જિનેશ્વએ સામાન્યથી માસિકી વગેરે બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે. વિશેષથી તો વજન મધ્યા, યવમયા, ભદ્રા વગેરે તથા ક્સસસસકિકા વગેરે ઘણું પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ વિશિષ્ટ ક્રિયાવાળા સાધુના પ્રશસ્ત અપવસાયથી યુક્ત સાધુની કાયા રૂપ છે. વ્યવહારસૂત્ર નવમો ઉદ્દેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org