________________
: ૩૧૮ :
૧૭ કલ્પ-પંચાશક
ગાથા પ૧-૫૨
બાહ્યથી સાધુ હોય, પણ ભાવથી સાધુ ન હોય તેવાઓનું સ્વરૂપ :एवं च संकिलिट्ठा, माइट्टाणंमि णिचतल्लिच्छा । आजीवियमयगत्था, मूढा णो साहुणो णेया ॥ ५१ ॥
સંજવલન સિવાયના કષાયનો ઉદય થાય તે સાધુપણું ન હેય. આથી જે સંજવલન સિવાયના કષાયના ઉદયથી સંફિલણ ચિત્તવાળા છે, સદા માયામાં તત્પર છે, ગૃહસ્થ નિર્ગુણ તરીકે જાણી ગયા હોવાથી કે ધનરહિત હોવાથી અમારે જીવનનિર્વાહ કેવી રીતે કરશું એમ આજીવિકાના ભયથી વ્યાકુલ બનેલા છે, અને પરલોકની સાધનાથી વિમુખ બનીને કેવળ આ લોકમાં જ પ્રતિબદ્ધ બનવાથી મૂઢ છે, તે છો સાધુ નથી. (૫૧) ભાવસાધુનું સ્વરૂપ – संविग्गा गुरुविणया, णाणी दंतिदिया जियकसाया। भवविरहे उज्जुत्ता, जहारिहं साहुणो होति ॥ ५२ ॥
જે સંવિસ છે, સંવિગ્ન હોવાથી જ ગુરુવિનીત છે, ગુરુવિનીત હેવાથી જ જ્ઞાની છે, જ્ઞાની હોવાથી જ જિતેંદ્રિય, જિતકષાય અને દેશ, કાલ આદિની અપેક્ષાએ યથાયોગ્ય સંસારને ક્ષય કરવામાં ઉદ્યત બનેલા છે, તે સાધુ છે.
સંવિગ્ન=સંસારભરુ. ગુરુવિનીત=સંસારને તરવાને ઉપાય બતાવનારા ગુરુને વિય કરનારા. જ્ઞાની=સુપ્રસન્ન બનીને ગુરુએ આપેલા શ્રુતજ્ઞાનવાળા. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org