________________
: ૩૧૨ :
૧૭ કલ૫-પંચાશક
ગાથા ૪૪.
છેલ્લા જિનના સાધુઓ વક્ર અને જડ છે. વક્ર એટલે શઠ= સરળ નહિ. તેમના વિષયમાં પૂર્વોક્ત નટનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે - તે સાધુઓ સ્થડિલભૂમિથી મોડા આવ્યા એટલે ગુરુના પૂછવાથી તેમણે કહ્યું : અમે નટ જેવાને ઉભા રહ્યા હતા. ગુરુએ તેને નિષેધ કર્યો. ફરી એક વખત તેમ બનતાં ગુરુએ પૂછ્યું એટલે વકે હેવાથી બીજા ઉત્તરે આપ્યા, સીધો જવાબ ન આપે. (કડક થઈને) આગ્રહથી પૂછયું એટલે નટી જેવા ઉભા રહ્યા હતા એમ કહ્યું. ગુરુએ ઠપકે આખ્યો એટલે જડ હેવાથી બોલ્યા કે અમે નટ જ ન જે એમ સમજ્યા હતા.
મધ્યમ જિનના સાધુઓ ઋજુ અને પ્રાણ છે. તેમના વિષયમાં પણ ઉપર્યુક્ત નટ દષ્ટાંત છે. સ્પંડિલભૂમિથી મોડા આવવાથી ગુરુએ પૂછયું એટલે સરળ હોવાથી કહ્યું કે નટને જોવા ઉભા રહ્યા હતા. આથી ગુરુએ તેનો નિષેધ કર્યો. ફરી એકવાર નટીને જોઈને પ્રાજ્ઞ હોવાથી વિચાર કર્યો કે નટની જેમ નદી નહિ જોવી જોઈએ, કારણ કે રાગનું કારણ છે. (૪૩) સાધુઓના આવા સ્વભાવનું કારણ:कालसहावाउ चिय, एए एवंविहा उ पाएण । होति अओ उ जिणेहि, एएसि इमा कया मेरा ॥ ४४ ॥
કાળના પ્રભાવથી જ સાધુઓ પ્રાયઃ આવા (=સરળતાજડતાદિના) સ્વભાવવાળા હોય છે. આથી જિનેશ્વરેએ એમની આ સ્થિત-અસ્થિત કલ્પ રૂપ મર્યાદા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org