________________
ગાથા ૪૧થી૪૩
૧૭ કલ૫-પંચાશક
: ૩૧૧ :
હેવાના કારણે ઉપદેશ આપવા માત્રથી બધા હેય સંબંધી તર્ક=વિચાર કરીને તેને ત્યાગ કરી શકતા હોવાથી સુખાનુપાલ્ય છે. (૪૨)
પહેલા જિનના સાધુઓ ઋજુ-જડ છે. ઋજુ એટલે સરળ. જડ એડલે વિશિષ્ટ તક =વિચાર કરવાની શક્તિથી રહિત હેવાથી માત્ર કહેલું જ સમજનારા. આ વિષયમાં નટ, હાથી વગેરેનાં દષ્ટાંત છે. નટનું દષ્ટાંત આ પ્રમાણે છે – પહેલા જિનના કોઈ સાધુઓ સ્પંડિલભૂમિથી ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને પૂછ્યુંઃ આટલા મોડા કેમ આવ્યા? સરળ હોવાથી તેમણે કહ્યું. અમે નૃત્ય કરતા નટને જોવા ઉભા રહ્યા હતા. આથી ગુરુએ તેમને હવે નૃત્ય કરતા નટને જેવા ઉભા ન રહેવું એમ શિખામણ આપી. તેમણે તેને સ્વીકાર કર્યો. ત્યારબાદ ફરી એક વખત તે સાધુએ સ્થ ડિલભૂમિથી મોડા આવવાથી ગુરુએ તેનું કારણ પૂછ્યું એટલે તેમણે કહ્યું : અમે નૃત્ય કરતી નટીને જેવા ઉભા રહ્યા હતા. ગુરુએ મેં તમને પહેલાં આમ કરવાની ના કહી હતી એમ કહ્યું ત્યારે જડ હોવાથી તેમણે કહ્યું : આપે ત્યારે નટ જેવાને નિષેધ કર્યો હતો, નટીને જેવાને નહિ. નટને જેવાને નિષેધ કરવામાં નટનિરીક્ષણ રાગને હેત છે એ કારણ છે. આથી નટને જેવાના નિષેધમાં નટીને જોવાનો નિષેધ સુતરાં થઈ જાય છે એમ તે સાધુઓ સમજી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org