________________
ગાથા ૩૮થી૪૦
૧૭ કલ૫-પંચાશક
: ૩૯ :
પર્યુષણ કલ્પનું વર્ણન:पजोसवणाकप्पोऽपेवं पुरिमेयराइमेएणं । उकोसेयरभेओ, सो णवरं होइ विण्णेओ ॥ ३८ ॥ चाउम्मासुक्कोसो, सत्चरि राइंदिया जहण्णो उ । थेराण जिणाणं पुण, णियमा उक्कोसो चेव ॥ ३९ ॥ दोसासइ मज्झिमगा, अच्छंति उ जाव पुन्धकोडी वि । इहरा उ ण मासंपि हु, एवं खु विदेहजिणकप्पे ॥ ४० ॥ ..
માસકલ્પની જેમ પર્યુષણાકલ્પ પણ પહેલા-છેલ્લા અને મધ્યમ જિનના સાધુઓના ભેદથી સ્થિત અને અસ્થિત એમ ભિન્ન છે. પણ આમાં માસક૯પથી આટલી વિશેષતા છે કે પર્યુષણક૯૫ના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ છે. (૩૮) અષાઢ (સુ. ૧૫)થી કાર્તક (સુ. ૧૫) સુધી ચાર મહિના ઉત્કૃષ્ટ પયુંષણાક૯પ છે. ભાદરવા સુદ ૫ થી કાર્તક (સ. ૧૫) સુધી ૭૦ દિવસ જઘન્ય પયુંષણાકલ્પ છે. આ બે ભેદ
વિકલ્પીઓને હોય છે. જિનકલ્પીઓ અપવાદ રહિત હોવાથી તેમને એક ઉત્કૃષ્ટ જ હોય છે. (૩૯) મધ્યમ જિનના સાધુઓ દોષ ન લાગે તે એક ક્ષેત્રમાં પૂર્વ કેડ વર્ષો સુધી પણ રહે, અને દેષ લાગે તે એક મહિને પણ ન રહે. મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને આ દશ કલ્પ મધ્યમ જિનના સાધુઓની જેમ હોય છે. (૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org