________________
: ૩૦૮ ૯
૧૭ ક૯૫-પંચાશક
ગાથા ૩૭
એવું રૂપ કરવાથી જેનોપચાર ન થઈ શકે એવો અર્થ થાય. દેશાંતરમાં રહેલા સાધુઓનો વંદનાદિ પૂજા રૂપ ઉપચાર ન થઈ શકે. અથવા દેશાંતરમાં રહેલા લોકો સાધુઓને વંદનાદિ પૂજા રૂપ ઉપચાર ન કરી શકે. અથવા જનોપચાર એટલે સાધુઓનો વ્યવહાર. માસકલ્પ ન કરવામાં સાધુઓને વ્યવહાર (આચારપાલન) ન થાય.
(૪) દેશવિજ્ઞાન :- જુદા જુદા દેશના વિવિધ પ્રકારના લૌકિક અને લોકોત્તર વ્યવહારનું જ્ઞાન ન થાય.
(૫) આજ્ઞારાધના – જિનાજ્ઞાનું પાલન ન થાય. જિનાજ્ઞા આ પ્રમાણે છે-મજૂળ માન, સન્ન કુife ના ૩ વિદા' (પ. વ. ગા. ૮૯૬) = “આગમમાં (શેષ કાળમાં) માસકલ્પ સિવાય બીજો વિહાર કહ્યો નથી.” (૩૬) માસકલ્પ દ્રવ્યથી ન થઈ શકે તે પણ ભાવથી અવશ્ય કરવો જોઈએ:कालादिदोसओ पुण, णदव्वओ एस कीई णियमा । भावेण उ कायव्वो, संथारगवच्चयाईहिं ॥ ३७ ।।
કાલ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવના દોષોથી બાહાથી માસક૯૫ ન થઈ શકે તે પણ શયનભૂમિ, મકાન, શેરી વગેરે બદલીને ભાવથી અવશ્ય કરવું જોઈએ.
(દુષ્કાલ આદિના કારણે) ભિક્ષા દુર્લભ બને એ કાળદોષ છે. સંયમને અનુકૂળ ક્ષેત્ર ન મળે વગેરે ક્ષેત્રદોષ છે. શરીરને અનુકૂળ આહાર આદિ ન મળે એ દ્રવ્યદોષ છે. માંદગી, જ્ઞાનાદિની હાનિ વગેરે ભાવદોષ છે. (૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org