________________
: ૩૦૬ :
૧૭ ક૬૫-પંચાશક
ગાથા ૩૫
_
_
અહીં સૂત્રના અધ્યયનમાં પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ અને શત્રે સવપ્ન-દર્શનમાં એકસો આઠ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાન્સગ છે. બાકીના ગમન આદિ કાર્યોમાં ઈરિયાવહિયા પ્રતિક્રમણ કરવું. અહીં સવાર-સાંજનું પ્રતિક્રમણ છ આવશ્યક રૂપ છે. (વિશેષામાં કહ્યું છે કેसमणेण सावपण य, अवस्सकायव्वयं हवह जम्हा । अंतो अहोनिसस्स य, तम्हा आवस्सयं नाम ॥ ८७३ ॥
સાધુએ અને શ્રાવકે દિવસના અને રાતના અંતે અવશ્ય કરવું જોઈએ માટે તેનું આવશ્યક” એવું નામ છે.” (૩૩)
મધ્યમ જિનોના સાધુઓને કથંચિત (=કઈ રીતે) દોષ લાગતાં તે જ સમયે કરેલું પ્રતિક્રમણ ગચિકિત્સાના ઉદાહરણથી લાભ કરે છે, અર્થાત્ જેમ રોગ ઉત્પન્ન થતાં જ તેની ચિકિત્સા કરવામાં આવે તો લાભ થાય છે, તેમ દેષ ઉત્પન્ન થતાં જ પ્રતિક્રમણ કરવામાં આવે તે અતિચારની વિશુદ્ધિરૂપ લાભ થાય છે.
મધ્યમ જિનેના સાધુઓ ઋજુ-પ્રાણ હેવાથી તેમને પ્રાયઃ દેષ લાગતો નથી એ જણાવવા અહીં “કથંચિત્ ” કહ્યું છે. (૩૪) માસક૯૫નું વર્ણન :पुरिमेयरतित्थयराण मासकप्पो ठिओ विणिदिवो । मज्झिमगाण जिणाणं, अट्टियओ एस विण्णेओ ॥ ३५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org