________________
ગાથા ૩૨થી૩૪
૧૭ ક૫-પંચાશક
: ૩૦૫ :
પહેલા-છેલા જિનના સાધુઓએ સવાર-સાંજ બંને વખત છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ કરવું જોઈએ. મધ્યમ જિનના સાધુઓએ કારણ હોય ( દેવ લાગે) ત્યારે પ્રતિ ક્રમણ કરવું જોઈએ. તે સાધુઓ કારણ ન હોય તે સદા પણ પ્રતિક્રમણ ન કરે. (૩૨)
પહેલા-છેલા જિનના સાધુઓએ અતિચાર લાગે કે ન લાગે, પણ ગમન, આગમન, અને વિહારમાં તથા સવાર-સાંજ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. તે સાધુઓ અનુક્રમે 28 જુ-જડ અને વક્ર-જડ હોવાથી અતિચાર ન લાગે તે પણ ત્રીજા ઔષધના દષ્ટાંતથી પ્રતિક્રમણ તેમને લાભ કરે છે. ગમન=આહાર આદિ માટે ઉપાશ્રયમાંથી જવું. આગમન=ઉપાશ્રયમાં આવવું. વિહાર=બીજા ગામમાં જવું કે સવાધ્યાય આદિ માટે બીજા મકાનમાં જવું. ગમન આદિ ત્રણમાં માત્ર ઈરિયાવહિયા-પડિક્રમણ રૂપ પ્રતિક્રમણ છે. (આવનિમાં) કહ્યું છે કેगमणागमणविहारे, सुत्ते वा सुमिणदंसणे राओ । नाधा नहसंतारे, इरियावहिया पडिक्कमणं ॥ १५३३ ॥
ગમન, આગમન, વિહાર, સૂત્રનું અધ્યયન, રાત્રે સ્વપ્નદર્શન અને નાવથી નદી ઉતરવામાં ઈરિયાવહિયા પડિક્રમણ કરવું જોઈએ.” * ગમન આદિ ત્રણેમાં “સે હાથથી દૂર” એમ સમજવું. કારણ કે સે હાથની અંદર ગમન આદિમાં ઈરિયાવહિયા કરવાનું વિધાન નથી. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org