________________
ગાથા.૧૦-૧૧ ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક : ૧૫ :
-
-
અને મારું હિત કરનારા છે.” એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનથી તે ગુર્વાજ્ઞાપાલન આદિ હિતમાં પ્રવૃત્તિ કરે છે.
સાર -ચારિત્રથી માર્ગનુસારપણું, માગનુસારપણાથી તેવા પ્રકારનો બેધ, તેવા પ્રકારના બેધથી ગુર્વજ્ઞાપાલનાદિ હિતમાં પ્રવૃત્તિ.
આ વિષય સદધના દષ્ટાંતથી સમજી શકાય છે. સદંધ એટલે સારો અંધ. અંધ સારા અને ખરાબ એમ બે પ્રકારના હોય છે. મદદ કરનાર દેખતાના વચન પ્રમાણે વતે તે અંધ સારો. સ્વમતિ પ્રમાણે વતે તે અંધ ખરાબ. જેમ સદંધ મદદ કરનાર દેખતાના વચન પ્રમાણે વર્તન કરવાથી ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ રૂ૫ હિતમાં પ્રવૃત્તિ કરે છે, તેમ અગીતાર્થ ચારિત્રી પણ માર્ગાનુસારી હોવાથી તેવા પ્રકારના જ્ઞાનથી ગુવજ્ઞાપાલનાદિ હિતમાં પ્રવૃત્તિ કરે છે. (૧૦)
સારી આંખવાળાના કહ્યા પ્રમાણે વર્તનાર અંધ તેની પાછળ પાછળ ચાલીને ભયંકર પણ જંગલ સારા આંખવાળાની જેમ ઓળંગી જાય છે, ઓળંગી જાય એટલું જ નહિ, કિધુ સારી આંખવાળાની સાથે જ ઓળંગી જાય છે. તે પ્રમાણે અગીતાર્થ પણ ચારિત્રી ગુજ્ઞાપાલનથી સંસારરૂપ જંગલને ઓળંગી જાય છે. આથી જ્ઞાનનું ફળ મળતું હોવાથી એ જ્ઞાની જ છે. જ્ઞાની હોવાથી અગીતાર્થને પણ શુભ અનુષ્ઠાનેનું પાલન હોય છે. (૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org