________________
: ૨૯૪ :
૧૭ કલ૫-પંચાશક
ગાથા ૧૯
સ્નાત્ર, રથયાત્રા વગેરે મહોત્સવ પ્રસંગે કે કુલ, ગણ અને સંઘના કાર્યોમાં દર ગયો હોય તો પણ ફરી તે કુલમાં આવે.”
(૪) અલાઘવતા- અલાઘવતા એટલે ભાર, વિશિષ્ટ આહાર મળવાથી શરીર પુષ્ટ થવાથી શરીરને ભાર થાય, શયાતર અને તેના સંબંધીઓ પાસેથી ઉપાધિ અધિક મળવાથી ઉપધિને ભાર થાય.
(૫) દુલભશસ્યા – જે આશ્રય આપે તેને આહાર પણ આપવો પડે એ ભય ઉત્પન્ન થવાથી શખ્યા વસતિ દુર્લભ બને.
(૬) વ્યવછેદ - અધિક મકાન વગેરે હશે તે આપવું પડશે એવા ભયથી (વેચી દે, તેમાં કંઈ રાખી મૂકે, પાડી નાખે વગેરે રીતે) અધિક મકાન વગેરે ન રાખે. આથી વસતિને વિચછેદ થાય. અથવા વસતિને વિરછેદ થવાથી આહાર-પાણુ, શિખ્ય વગેરેને વિરદ થાય. (૧૮)
ઉપર્યુક્ત દે શય્યાતર સિવાય બીજા ગૃહસ્થને પિંડ લેવાથી પણ પ્રાયઃ થાય. આથી શય્યાતરપિડને નિષેધ કરવામાં ભાવાર્થ શું છે તે અન્ય આચાર્યોના મત બતાવવા દ્વારા જણાવે છે – पडिबंधनिरागरणं, केई अण्णे अगहियगहणस्स ।। तस्साउंटणमाणं, एत्थऽवरे बैंति भावत्थं ॥ १९ ॥
કેટલાક આચાર્યો કહે છે કે-સાધુ અને શય્યાતરનો અત્યંત ઉપકાર્ય–ઉપકારક ભાવથી નેહ ન થાય એ શયાતરપિંડના નિષેધનો ભાવાર્થ છે. કેટલાક આચાર્યો કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org