________________
ગાથા ૧૭
૧૭ ક૫-પંચાશક
: ર૯૧ :
ચાર અને સાઈ આદિ ચાર એમ બાર પ્રકારને શય્યાતર પિંડ છે.” આ સિવાય તૃણ, પાટિયું વગેરે શય્યાતરપિંડ નથી.
પહેલા, છેલા, મધ્ય અને મહાવિદેહમાં રહેલા એ બધા જિનના સાધુઓને શય્યાતરપિંડ ન કપે. શય્યાતરના મકાનમાં રહેલા કે બીજાના મકાનમાં રહેલા એ બધા સાધુઓને શય્યાતરપિંડ ન કપે.
[ પ્રશ્ન- બીજાના મકાનમાં રહેલા સાધુઓને શય્યાતર પિંડ ન કપે એ કેવી રીતે ?
ઉત્તર :- સાધુ જેના મકાનમાં સવારનું પ્રતિક્રમણ કરે અગર નિદ્રા કરે તે શય્યાતર ગણાય. આથી જેના મકાનમાં સવારનું પ્રતિક્રમણ અગર નિદ્રા કરી હોય તેને શય્યાતર કરે અને દિવસે બીજાના મકાનમાં રહે તે દિવસે શય્યાતરના મકાનમાં ન રહેવા છતાં તેને પિડ ન કપે. અથવા મકાન નાનું હોવાના કારણે એક જ આચાર્યના સાધુઓ જુદા જુદા મકાનમાં ઉતર્યા હોય ત્યારે જ્યાં આચાર્ય રહ્યા હોય તે મકાનનો માલિક શય્યાતર થાય. અહીં જે સાધુઓ શયાતરના મકાનમાં ન રહ્યા હોય તેમને પણ શય્યાતરપિંડ ન કલ્પે.] કહ્યું છે કે:-(બ. ક. મા. ૩૫૪૧, નિ છે. ૧૧૬૦) पुरपच्छिमवज्जेहिं, अविकम्म जिणवरेहि लेसेणं । भुत्तं विदेहएहि य, न य सागरियस्स पिंडो उ ॥
પહેલા- છેલ્લા જિનને છોડીને મધ્યમ અને મહાવિદેહના જિનાએ આધાકર્મ ભોજનની આંશિક અનુજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org