________________
: ૨૯૦ :
૧૭ ક૯૫-પંચાશક
ગાથા ૧૭
તથા લોકો પણ પ્રજ્ઞાપનીય હોવાથી જિનેશ્વરેએ તેમના માટે આવી મર્યાદા કરી છે. (૧૬) શય્યાતરપિંડનું સ્વરૂપ - सेज्जायरोत्ति भण्णति, आलयसामी उ तस्स जो पिंडो । सो सव्वेसि ण कप्पति, पसंगगुरुदोसभावेण ॥ १७ ॥
શય્યાતર એટલે સાધુઓના આશ્રયને માલિક.
અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર, વસ્ત્ર, પાત્ર, રહરણ, કંબલ એ ચાર સોઈ, અસ્ત્ર, નખ કાપવાનું સાધન-નરેણી, કાનને મેલ કાઢવાનું સાધન એ ચાર એમ બાર પ્રકારને શય્યાતરપિંડ છે. કહ્યું છે કે :- ઝરણા ઘરથા, ભૂજા કયા તિજ્ઞ=“અશનાદિ ચાર, વસ્ત્રાદિ
* પ્રજ્ઞાપનીય એટલે ઋજુ અને પ્રાપ્ત. જેમ કે સાધુ પૂછે કે આ આહાર કેના માટે બનાવ્યો છે? તો સરળતાથી જે હોય તે કહી દે. સાધુ માટે બનાવ્યો હોય અને સાધુ કહું કે સાધુ માટે બનાવેલ આહાર સાધુને ન કપે, તે તુરત સમજી જાય અને ફરી કઈ સાધુ માટે (નિષ્કારણુ) આહાર ન બનાવે. પણ છેલ્લા જિનના તીર્થમાં લેકે અપ્રજ્ઞાપનીય વક્ર અને જડ હોવાથી આ આહાર કોના માટે બનાવ્યો છે એમ સાધુ પૂછે તે સાધુ માટે આહાર બનાવ્યો હોવા છતાં આજે અમારા ઘરે મહેમાન છે, આજે અમુક તહેવાર છે, આજે અમારા બાળકની વર્ષગાંઠ છે આમ જુઠું બેલીને સાધુને પણ વ્યામોહ પમાડે. (બ. ક. ગા. પ૩પ૭ વગેરે.) ૪ બ. ક. ગા૩૫૩૪, નિ ગાળ ૧૧૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org