________________
ગાથા ૧૩
૧૭ ક૯૫-પંચાશક
: ૨૮૫ ઃ
–
ઉત્તર – મધ્યમ જિનના સાધુઓ ત્રાજુ અને પ્રાણ હેવાથી તેમને બહુમૂલ્ય વગેરે વિવિધ અને અ૫મૂલ્યાદિવાળા એમ બંને પ્રકારનાં વસ્ત્ર પહેરવાની અનુજ્ઞા છે. [ આથી જ્યારે બહુમૂલ્ય વગેરે વિવિધ વસ્ત્ર પહેરે ત્યારે સચેલક અને અપમૂલ્યાદિવાળાં વસ્ત્રો પહેરે ત્યારે અલક હોયપહેલા જિનના સાધુઓ ઋજુ અને જડ હેવાથી તથા છેલ્લા જિનના સાધુઓ જડ અને વક્ર હોવાથી તેમને બહુમૂલ્યાદિવાળાં વસ્ત્રો પહેરવાની અનુજ્ઞા નથી, કિંતુ શ્વેત અને માનેપેત વગેરે વસ્ત્રો પહેરવાની અનુજ્ઞા છે. આથી તેમનો ચારિત્ર ધર્મ અલક છે. (૧૨) સવસ્ત્ર પણ વસ્ત્ર રહિત કેમ ? એનું સમાધાનઃવા-મિહિલ, કામિદ્દ રૂ વઢુિં . लोगागमणीतीए, अचेलगत्तं तु पञ्चयतो ॥ १३ ॥
વસ્ત્રો હોવા છતાં અપમૂલ્યવાળાં અને ખંડિત વચ્ચે હોય તે વસ્ત્રરહિત છે એ બાબત લોકવ્યવહાર અને આગામવચન એ બંનેથી સમજી શકાય છે. લોક જીર્ણ વચ્ચે હોવા છતાં વિશિષ્ટ કાર્યના સાધક ન હોવાના કારણે ન હોવા તુલ્ય હોવાથી વા નથી એમ સમજે છે. આગમવચનથી પણ વસ્ત્રો હોવા છતાં અવશ્ય વરહિત કહેવાય છે. (ઉત્તરા પરિ૦ અ૦માં) કહ્યું છે કેपरिजुन्नेहिं वत्थेहिं, होक्खामित्ति अचेलए । अदुवा सचेलए होक्खं, इइ भिक्खू न चिंतप! ६० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org