________________
ગાથા ૩૮ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૭૧?
-
-
-
-
-
અહીં ઉત્તર આ પ્રમાણે છે–પ્રાયશ્ચિત્ત છે=ઘટે છે, અને એ પ્રાયશ્ચિત્ત આગમોકત અનુષ્ઠાને સબંધી છે. પણ આગમત ક્રિયામાં પણ જે સૂક્ષમ વિરાધના (૬ખંડના) થાય છે તેની શુદ્ધિ માટે એ આલોચનાદિ પ્રાયશ્ચિત્ત છે. [ અર્થાત્ આગમક્ત અનુષ્ઠાન કર્યું માટે પ્રાયશ્ચિત્ત આવ્યું એમ નથી, કિંતુ આગમત ક્રિયામાં સૂક્ષ્મ વિરાધના થઈ માટે પ્રાયશ્ચિત્ત આવ્યું. એટલે વસ્તુતઃ તે વિરાધનાનું પ્રાયશ્ચિત્ત છે, આગમોક્ત અનુષ્ઠાનેનું નહિ. ]
અહી પાઘfછત્ત પ્રાયશ્ચિત્ત છે=ઘટે છે એમ કહીને છત્રીસમી ગાથામાં પ્રાયશ્ચિત્ત ઘટતું નથી એમ જે કહ્યું હતું તેનું “ આગમત અનુષ્ઠાનમાં થતી સૂક્ષમ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત છે” એ યુક્તિથી નિરાકરણ કર્યું. તથા વિદિયાળુટ્ટાગોચર શું = પ્રાયશ્ચિત્ત આગમત અનુષ્ઠાન સંબંધી છે” એમ કહીને સાડત્રીસમી ગાથામાં “હવે જે તમે કહેશે કે આગમત અનુષ્ઠાનો સદેષ છે” ઈત્યાદિ જે કહ્યું છે તેનું નિરાકરણ કર્યું છે. કારણ કે અનુષ્ઠાન સ્વરૂપે શુદ્ધ હોવાથી અનુષ્ઠાન કરવા માત્રથી પ્રાયશ્ચિત્ત નથી, કિંતુ તેમાં થતી સૂક્ષ્મ વિરાધનાથી છે. આથી હવે જે તમે કહેશે કે અનુષ્ઠાનો સદેષ છે ઈત્યાદિ પ્રશ્નને સ્થાન જ રહેતું નથી. આનો સાર એ આવ્યું કે અનુષ્ઠાને સ્વરૂપે તે શુદ્ધ છે. એટલે અનુષ્ઠાન કરવા સંબંધી પ્રાયશ્ચિત નથી, કિંતુ અનુષ્ઠાન કરવામાં થયેલી સૂક્ષમ વિરાધના સંબંધી પ્રાયશ્ચિત છે. ] (૩૮)
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org