________________
: ૨૭૦ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૩૮
વસતિ) અને આસન માટે ગમનાગમનમાં પણ સમજવું. જિનમંદિર અને સાધુઓની વસતિમાં ગયેલા સાધુઓ ઇરિયાવહિયા પ્રતિક્રમણ કરીને બેસે. સ્થડિલ કે માત્રુ પર. ઠવવા એક હાથ જેટલું દૂર ગયા હોય તે પણ પરઠવીને ઇરિયાવહિયા પ્રતિક્રમણ કરે. માત્રકમાં રહેલા જીવાદિથી સંસક્ત આહાર આદિ પરઠવવાનું હોય તો જે પરઠવે તે ઈરિયાવહિયા કરે. સ્વાસ્થાનથી સે હાથથી અધિક જવાનું થાય તો ઈરિયાવહિયા કરે. આમાં પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ કરે.” (૩૬).
હવે તમે કહેશે કે આગામેક્ત પણ અનુષ્ઠાન સદષ= અતિચાર સહિત છે, તો પ્રશ્ન થાય છે કે શાસ્ત્રમાં તેનો ઉપદેશ કેમ છે? અર્થાત્ શાસ્ત્રમાં સદોષનો ઉપદેશ ઘટે નહિ. શાસ્ત્રમાં નિર્દોષ અનુષ્ઠાનોને ઉપદેશ હોય, સદોષ અનુષ્ઠાનોને નહિ. હવે કદાચ તમે કહેશો કે આલોચનાદિ વગેરે પણ પ્રાયશ્ચિત્ત જ નથી, તે તેમ કહેવું પણ ઠીક નથી. કારણ કે આગમમાં આલોચના વગેરેનું પ્રાયશ્ચિત્ત તરીકે વર્ણન છે. તે આ પ્રમાણે :
आलोयण पडिकमणे, मीस विवेगे तहा विउस्सग्गे । तव छेय मूल अणवट्ठया य पारंचिए चेव ॥ १४१८ ॥
[ આ ગાથા આ નિની છે. તેનો અર્થ આ પંચાશકની બીજી ગાથાના ભાવાર્થ મુજબ છે.] (૩૭) ઉપર્યુક્ત મતનું નિરાકરણ :भण्णइ पायच्छित्तं, बिहियाणुट्ठाणगोयरं चेयं । तत्थवि य किंतु सुहुमा, विराहणा अस्थि तीइ इमं ॥ ३८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org