________________
ગાથા ૩૬-૩૭ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ર૯ :
નિકાચિત-ઉપશમનાદિ કરણ ન લાગી શકે તે રીતે ગાઢ બંધાયેલાં. (૩૫)
આગમોક્ત અનુષ્ઠાનમાં પ્રાયશ્ચિત્ત યોગ્ય નથી એવા કોઇના મતનું પ્રતિપાદન – विहियाणुट्ठाणंमी, एन्थं आलोयणादि जं भणियं । तं कह पायच्छित्तं, दोसाभावेण तस्सित्ति ॥ ३६ ॥
अह तंपि सदोसं चिय, तस्स विहाणं तु कह णु समयम्मि । न य णो पायच्छित्तं, इमंपि तह कित्तणाओ उ ॥ ३७ ।।
આગમત ભિક્ષાચ આદિ અનુષ્ઠાનમાં આલોચના, કાયોત્સર્ગ વગેરે જે પ્રાયશ્ચિત્ત આગમમાં કહેલ છે તે ઘટતું નથી. કારણ કે આગમોક્ત ભિક્ષાચર્યા વગેરે અનુષ્ઠાને નિર્દોષ છે. અર્થાત્ દેશમાં પ્રાયશ્ચિત્ત હોય, જ્યારે આ અનુષ્ઠાને નિર્દોષ છે. આથી તેમાં પ્રાયશ્ચિત્ત ન હોય. આગમમાં (આવશ્યક ભાષ્ય ગાથામાં) આગમત અનુષ્ઠાનેમાં પ્રાયશ્ચિત્તનું વચન આ પ્રમાણે છે :भत्ते पाणे सयणासणे य अरहंतममणसेज्जासु । उच्चारे पासवणे, पणवीसं होति ऊसासा ॥ २३४ ॥
આહાર-પાણી નિમિત્તે અન્ય ગામ વગેરેમાં ગયેલા સાધુઓ જે ત્યાં આહાર-પાણીની વાર હોય તે ઈરિયાવહિયા પડિક્કમીને સ્વાધ્યાયાદિ કરે. ભિક્ષાથી આવીને પણ ઈરિયાવહિયા પડિક્કમે. એ પ્રમાણે શય્યા ( સંથારો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org