________________
: ૨૬૮ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાક ગાથા ૩૪૩૫
અનુખ ધના વિચ્છેદ થાય. કારણ કે વિશિષ્ટ શુભભાવથી અપૂવ કરણ નામનું આઠમુ· ગુણસ્થાન, ઉપશમશ્રેણિ અને *ક્ષપકશ્રેણિ થાય છે.
અપૂર્વ કરણ ગુણુસ્થાનમાં પૂર્વે ન થયા ડાય તેવા વિશિષ્ટ શુભ અધ્યવસાયા થાય છે, અને તેનાથી અપૂર્વ સ્થિતિઘાત વગેરે થાય છે. શાસ્ત્રમાં ઉપશમશ્રેણુિનું ફળ અનુત્તર દેવલાકનુ་× સુખ અને ક્ષપકશ્રેણનું ફળ માક્ષ જણાવવામાં આવ્યું છે. (૩૪)
આગમમાં “ તથના ૩ નિહાળવિ '' (=તપથી નિકાચિત પણ કર્મના ક્ષય થાય છે.) એ વચનથી નિકાચિત પણ જ્ઞાનાવરણીયાદિ ક્રમોનેા ક્રમોના ક્ષય થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ આ રીતે વિશિષ્ટ શુભભાવથી અપૂર્વકરણ અને શ્રેણિની ઉત્પત્તિ દ્વાશ ઘટે છે, આ શુભભાવરૂપ પ્રાયશ્ચિત્ત નિકાચિત પણ કર્મોના ક્ષયનું કારણ હાવાથી અશુભકમના ક્ષયનું અને અનુખ'ધના વિચ્છેદનું કારણ છે એ બરાબર વિચારવું.
એક ભવમાં વધારેમાં વધારે બે વાર ઉપશમશ્રેણી હાય. બે વાર ઉપશમણિ માંડનાર તે ભવમાં નિયમા ક્ષેપકશ્રેણિ ન માંડે. એકવાર ઉપશમશ્રેણિ માંડનાર તે જ ભવમાં ક્ષપકણિ માંડી શકે એવા કાર્મીગ્રંથિક મત છે. જ્યારે સદ્ધાંતિક મતે એકવાર પણ ઉપશમશ્રેણિ માંડનાર તે ભવમાં ક્ષપકણ ન માંડી શકે. કારણ કે સિદ્ધાંતના મતે એક ભવમાં એક જ શ્રેણિ હેય. ( પ્રવ॰ સારા॰ વગેરેના આધારે. ) × ભવક્ષયથી ઉપશમશ્રેણિથી પડનાર નિયમા અનુત્તર દેવલાકમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org