________________
: ૨૬૬ ઃ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૩૨-૩૩
ધન્ય છે ! આ સાંભળીને પીઠ અને મહાપીઠે વિચાર્યું કે, અહા ! આચાર્ય લૌકિક વ્યવહાર પ્રમાણે બાલે છે. જે કામ કરે તેની જ પ્રશંસા થાય છે, માટે પણ જે કામ ન કરે તે તેને તૃણ સમાન પણ ન માને; આ લૌકિક વ્યવહાર છે. આવી વિચારણાથી તે બંનેએ સ્ત્રીકર્મ બાંધ્યું. તે પાંચ મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી
વીને એક શ્રીનાભિપુત્ર થયા અને બીજા ચાર નાભિપુત્રના સંતાન થયા. તેમાં એક ભરત, બીજા બાહુબલી, ત્રીજા બ્રાહ્મી, ચોથા સુંદરી થયા. તે બધા કર્મથી મુક્ત બનીને માક્ષલક્ષમીને પામ્યા. (૩૧) વિશિષ્ટ શુભ ભાવ ઉત્પન્ન કરવાનાં ત્રણ કારણે :ता एयंमि पयत्तो, कायन्वो अप्पमत्तयाए उ । सति बलजोगेण तहा, संवेगविसेसजोगेण ।। ३२ ॥ एतेण पगारेणं, संवेगाइसयजोगतो चेव । अहिगयविसिट्ठभावो, तहा तहा होति णियमेणं ॥ ३३ ।।
વિશિષ્ટ જ શુભભાવ શુદ્ધિનું નિમિત્ત છે માટે અપ્રમતતા, નાના-મોટા અતિચારો સંબંધી સ્મરણશક્તિ, અતિ શય ભવભય-આ ત્રણના વેગથી (જીવનમાં આ ત્રણને કેળવીને) વિશિષ્ટ શુભ ભાવ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરવા જોઈએ, (૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org