________________
ગાથા બ્રાહ્મીનું દષ્ટાંત ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-ઉંચાશક : ૨૬૫ ઃ
થાય, તેને અહીં આગમના સિદ્ધાંત મુજબ વિશિષ્ટ શુભભાવ જાણો, નહિ કે સામાન્યથી ગમે તેવા શુભભાવને. (૩૦)
ગમે તે સામાન્ય પણ શુભ ભાવ પ્રાયશ્ચિત્ત હોય તો બ્રાહ્મી, સુંદરી આદિનું આવશ્યક (-પ્રતિક્રમણ) કરવાથી જ સામાન્ય શુભ ભાવથી પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત, એનાથી કમનો નાશ થઈ ગયે હોત, અને કર્મનાશ થવાથી શાસ્ત્રપ્રસિદ્ધ સ્ત્રીપણાની પ્રાપ્તિ રૂપ દેષ ન થયો હોત. આથી ગમે તેવો શુભભાવ શુદ્ધિનું કારણ નથી. બ્રાહ્મીનો વૃત્તાંત નીચે મુજબ સાંભળવામાં આવે છે.
મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિ નગરીમાં વાના નામને ચક્રવર્તી હતું. તેણે વૈરાગ્ય થવાથી ચાર ભાઈઓ સાથે વસેન નામના તીર્થંકર પાસે દીક્ષા લીધી. તે મૃતરૂપ સમુદ્રના પારને પામ્યા એટલે તેમને ગચ્છપાલનના અધિકારી બનાવ્યા. પાંચ સે સાધુઓ સાથે તે પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. બાહુ નામના તેમના ભાઈ લબ્ધિસંપન્ન હતા. તે અશન આદિથી સાધુઓની વૈયાવચ્ચ કરવામાં ઉદ્યમી હતા. સુબાહુ નામના ભાઈ સવાધ્યાય આદિથી થાકેલા સાધુઓની વિશ્રામણ-સેવા કંટાળ્યા વિના સદા કરતા હતા. પીઠ અને મહાપીઠ નામના બે બંધુઓ સ્વાધ્યાયરૂપ રમણીય મોટા બગીચામાં રમતા હતા, અર્થાત્ સવાધ્યાયમાં લીન રહેતા હતા. એક વખત આચાર્ય બાહ અને સુબાહુની ભાવથી પ્રશંસા કરી. અહે! સાધુઓના નિર્વાહમાં તત્પર આ બંને સાધુઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org