________________
ગાથા ૨૬-૨૭ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૬૩
-
-
- -
-
-
-
-
-
-
-
-
=
આગમ વ્યવહારીઓ (આલેચના કરનારના ભાવને ) પ્રત્યક્ષ જાણતા હોવાથી અપરાધ સમાન હોવા છતાં ભાવ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપતા હેવાથી પ્રાયશ્ચિત્ત ભિન્ન ભિન્ન હોય છે. શ્રુતવ્યવહારીઓ વગેરે મૃત આદિના આધારે પ્રાયશ્ચિત્ત આપતા હોવાથી પ્રાયશ્ચિત્ત અનેક પ્રકારનું થાય છે. તથા પ્રતિસેવા, વ્યાદિ, પુરુષ અને વખતના ભેદથી પ્રાયશ્ચિત્ત અનેક પ્રકારનું થાય છે.
પ્રતિસેવાના (=દોષ સેવનના) + આકુટ્ટિકા, દર્પ, પ્રમાદ અને કલ્પ એમ ચાર પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ દ્રવ્યાદિ ચાર ભિન્ન ભિન્ન હોય છે. પુરુષના (== સેવનારના) આચાર્ય, ઉપાધ્યાય, વૃષભ, ભિક્ષુ, ક્ષુલ્લક (=વાન સાધુ) એમ પાંચ ભેદ છે. વખતના એટલે કે એક વાર, બે વાર, ત્રણ વાર એમ કેટલીવાર દોષનું સેવન કર્યું તેના અનેક ભેદે છે. આ રીતે પ્રકારે વિચિત્ર (=અનેક) હોવાથી અન્ય આચાર્યોને મત અસંગત નથી. (૨૭)
* આકુફ્રિકા=ઈરાદાપૂર્વક દોષ સેવવાને ઉત્સાહ. દપ= દેડવું, કૂદવું, ઓળંગવું વગેરે અથવા હાસ્યજનક વચનાદિ. પ્રમાદ પ્રતિલેખના–પ્રમા
ને આદિમાં અનુપયેગ. ક૯૫=પુષ્ટ કારણથી ગીતાર્થ ઉપયોગ પૂર્વક યતનાથી દોષને સેવે. (યતિજી ગા૦ ૨૫૦ સુતક ગા. ૭૪.) ૪ શારીરિક વિશિષ્ટ બળવાળા ગીતાર્થ સાધુને વૃષભ કહેવામાં આવે છે. તે સમુદાયના સાધુઓને વસ્ત્ર–પાત્ર આદિ મેળવી આપે છે. માસકલ્પ યોગ્ય અને ચાતુર્માસ યોગ્ય ક્ષેત્રની તપાસ કરે છે. આપત્તિના પ્રસંગે પ્રાણના ભેગે પણ સાધુ-સાધ્વીનું રક્ષણ કરે છે. તથા વૃદ્ધ અવસ્થાવાળા વૃષભ સાધુ સાધ્વીઓને વિહારમાં સહાયક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org