________________
ગાથા-૭ ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક
: ૧૧ :
થવાથી જૈનધર્મ પામ્યા. સુગુરુની પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી આચાર્ય મહારાજ પાસે સામાયિક શ્રુત ભણવાનું શરૂ કર્યું. પણ પૂર્વભવમાં બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી એક પદ પણ ભણી શકતા નથી. શ્રુતજ્ઞાન ઉપર બહુમાન હોવા છતાં અને નિરંતર ભણવા છતાં એક પદ પણ યાદ રહેતું નથી. આથી આચાર્ય મહારાજે તે તપસ્વી સાધુને ભણવામાં (કંઠસ્થ કરવામાં ) અસમર્થ જાણીને માર મા તુર=“રાગ અને દ્વેષ ન કર” એ પ્રમાણે સંક્ષેપમાં સામાયિક શ્રતને અર્થ કહીને મા રુસ મા તુર એ પ્રમાણે કંઠસ્થ કરવાનું કહ્યું. આથી તે મુનિ ભક્તિપૂર્વક મોટેથી ગેખવા લાગ્યા. પણ તેમાં પણ ભૂલી જાય છે. ઘણા પ્રયત્નથી તેને યાદ કરે. યાદ આવે એટલે આનંદમાં આવીને ગોખવા લાગે. આમ છતાં મા જ મા તુસ ના બદલે માર તુજ એમ ગોખવા લાગે. દરરોજ મારતુસ એમ ગોખવાથી રમતિયાળ છેકરાઓએ તેમનું “માસતુસ ” એવું નામ પાડી દીધું. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી માસતુસ એ પણ ભૂલી જાય ત્યારે ગોખવાનું બંધ કરીને શૂન્યચિત્ત બેસી રહેતા. તેમને આ રીતે બેઠેલા જોઇને બાળકો હસીને અહો ! આ માસતુસ મુનિ મૌનપણે બેઠા છે એમ બોલતા. આથી તે મુનિ બાળકોએ મને યાદ કરાવ્યું તે સારું કર્યું એમ માનતા. યાદ કરાવવા બદલ બાળકોને ઉપકાર માનીને ફરી માસતુસ એ પ્રમાણે ગોખવાનું શરૂ કરી દેતા. તેમને માસતુસ એમ ખોટું બોલતા સાંભળીને સાધુઓ આદરથી મા તુસ એમ ગેખો એ પ્રમાણે શિખવાડતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org