________________
: ૧૦ :
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા ૭
હતા. મૃતરૂપ મધુરરસના અર્થી શિષ્યરૂપી ભમરાઓ તેમના ચરણકમળની સેવા કરી રહ્યા હતા. સૂત્ર-અર્થ રૂપી પાણી આપવામાં મહામેળ સમાન હતા. શિષ્યોને સૂત્ર-અર્થ આપવામાં થાકતા ન હતા. સંઘ વગેરેના કાર્યોરૂપ ભારને પાર પમાડવામાં વૃષભ સમાન હતા.
તેમના દીક્ષિત બનેલા બીજા બંધુ હતા, કે જે વિશિષ્ટશ્રુતથી રહિત હતા, બેસવું, ઊંઘવું વગેરે ઈચ્છા મુજબ કરતા હતા, સ્વાર્થ માં તત્પર હતા. એક વખત તે આચાર્ય કોઈ કાર્ય કરીને થાકી ગયા. પણ મુગ્ધબુદ્ધિ શિષ્યોએ આચાર્ય થાકી ગયા છે માટે હમણું વાચના નહિ લેવી જોઈએ એમ અવસરને જોયા વિના (-ઓળખ્યા વિના) તેમની પાસે વાચના લીધી. ખૂબ જ થાકના કારણે વાચના આપવાને અસમર્થ હોવા છતાં શિખ્યોએ વાચના લેવાથી આચાર્ય ખિન્ન બની ગયા. ખિન્ન બનેલા તેમણે વિચાર્યું કે-આ મારે ભાઈ ધન્ય છે, પુણ્યવાન છે. કારણ કે એ ગુણ રહિત છે, એથી કોઈ જાતની પરાધીનતા વિના સુખપૂર્વક સૂઈ શકે છે. પણ હું અધન્ય છું. કારણ કે મારા પિતાના જ ગુણેએ મને પરાધીન બનાવી દીધું છે. આથી હું સુખે રહી શકતો નથી. તેમણે આવી વિચારણા કરીને જ્ઞાનની અવજ્ઞા કરવાથી ઘર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. અશુભ વિચારણાની આલોચના કર્યા વિના મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી વીને કોઈક સ્થળે સારા કુળમાં જન્મ પામ્યા. સમય જતાં સાધુને સંપર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org