________________
ગાથા ૭ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
=
વિશિષ્ટ પ્રુત રહિત પણ ચારિત્રીને જ્ઞાન-દર્શન હેાય છે – गुरुपारतंतणाणं, सदहणं एयसंगयं चेव । एत्तो उ चरित्तीणं, मासतुसादीण णिट्टि ॥ ७ ॥
જ્ઞાન-દર્શન વિના સામાયિક ન હોય માટે જ આગમમાં પ્રસિદ્ધ અતિ જડ માસતુસ આદિ સાધુઓને ગુરુપરતંત્રતારૂપ જ્ઞાન અને એ જ્ઞાનને અનુરૂપ દર્શન હોય છે, અર્થાત એવા સાધુઓનો ગુરુ પ્રત્યે સમર્પણભાવ એ જ એમનું જ્ઞાન અને દર્શન છે, એમ સર્વજ્ઞોએ કહ્યું છે. કારણ કે જ્ઞાનનું જે ફલ છે તે ફલ ગુરુપારખંડ્યથી મળે છે. કહ્યું છે કે – यो निरनुबंधदोषात् , श्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । गुरुभक्तो ग्रहरहितः, सोऽपि ज्ञान्येव तत्फलतः ॥ १ ॥ चक्षुष्मानेकः स्यादन्धोऽन्य स्तन्मतानुवृत्तिपरः । गन्तारौ गन्तव्यं, प्राप्नुत एतौ युगपदेव ॥ २ ॥
જે નિરનુબંધ દોષના કારણે અજ્ઞાન હોવા છતાં શ્રદ્ધાળુ છે, પાપભીરુ છે, ગુરુભક્ત છે, કદાગ્રહ રહિત છે, તે પણ જ્ઞાનનું ફળ મળવાનાં કારણે જ્ઞાની છે.” (૧) “જનારા બે પુરુષમાં એક દેખતો હોય અને એક દેખતાના કહ્યા પ્રમાણે વર્તના અંધ હોય, પણ તે બંને એકી સાથે જ ઈષ્ટસ્થળે પહોંચી જાય છે.” (૨)
માસતુસમુનિની કથા સંપ્રદાયાનુસાર આ પ્રમાણે છેએક આચાર્ય હતા. તે આચાર્ય ગુણરૂપરના મહાનિધાન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org