________________
: ૨૬૦ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૫
- બીજા આચાર્યોના મતે જે છ વલિંગભેદ, ચિત્યભેદ, પ્રવચનને ઉપઘાત વગેરેથી આ ભવમાં અને અન્યભવમાં ચારિત્રને અયોગ્ય બને તે જ પારાચિક કહેવાય છે.
સ્વલિંગભેદ એટલે મુનિઘાત અને શ્રમણી સાથે ભોગ. ચૈત્યભેદ એટલે જિનપ્રતિમાને અને ત્યદ્રવ્યને (-દેવદ્રવ્ય) વિનાશ. સવલિંગભેદ અને ચિત્યભેદ કરનારા આ ભવમાં અને અન્ય ભવમાં ચારિત્રને અચોગ્ય બને છે. કારણ કે તેમને બેધિની પ્રાપ્તિ થતી નથી. (સંબોધ પ્ર. દેવાધિમાં) કહ્યું છે કે :संजइचउत्थभंगो, चेहयदव्वे य पवयणुड्डाहे । रिसिघायणे चउत्थे, मूलग्गी बोहिलाभस्स ॥ १०५ ॥
“સાધ્વીના ચોથા વ્રતનો ભંગ, ચિત્યદ્રવ્યનો વિનાશ, પ્રવચનનો ઉપઘાત અને ઋષિઘાત એ ચાર બોધિલાભના મૂળમાં અગ્નિ સમાન છે, અર્થાત્ એ ચારથી જિનમની પ્રાપ્તિ થતી નથી.” (૨૪) ઉપર્યુક્ત મતાંતરનું સમર્થન :आसयविचित्तयाए, किलिट्ठयाए तहेव कम्माणं । अस्थस्स संभवातो, णेयंपि असंगयं चेव ॥ २५ ॥
પરિણામની વિચિત્રતાથી મોહનીય આદિ કર્મોને નિરુપક્રમ બંધ થવાથી આ ભવમાં અને પરભવમાં ચારિત્રની અપ્રાપ્તિ ઘટી શકે છે. આથી અન્ય આચાર્યોનો મત પણ સંગત જ છે. (૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org