________________
: ૨૫૬ ૬ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૦
उक्कोसं तवभूमि, समईओ सावसेसचरणोय । छेअं पणगाई अं, पावइ जा धरह परिआओ ॥
“જે સાધુ મોટા દોષનું સેવન કરીને ઉત્કૃષ્ટ તપભૂમિને ઓળંગી ગયો હોય, અર્થાત્ ઉત્કૃષ્ટ તપભૂમિને જેટલા પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધ ન થઈ શકે, તથા સંપૂર્ણ ચારિત્ર રહિત ન બન્યો હોય, તે સાધુ દેષ પ્રમાણે યથાયોગ્ય પંચક આદિથી આરંભી સંપૂર્ણ પર્યાયને છેદ ન થાય ત્યાં સુધી છેદ પ્રાયશ્ચિત્ત પામે છે.” (૧૯)
મૂલ વગેરે પ્રાયશ્ચિત્તના વર્ણનની પ્રતિજ્ઞા - मूलादिसु पुण अहिगत-पुरिसाभावेण नत्थि वणचिंता । एतेसिपि सरूवं, वोच्छामि अहाणुपुव्वीए ॥ २० ॥
આલેચનાદિ સાત પ્રાયશ્ચિત્તની ત્રણદષ્ટાંતથી વિચારણા કરી. પણ મૂલ, અનવસ્થા અને પારસંચિતમાં પ્રસ્તુત ચારિત્રરૂપ પુરુષ ન હોવાથી ત્રણના દષ્ટાંતની વિચારણા નથી. મૂલ વગેરે પ્રાયશ્ચિત્ત ચારિત્રને સર્વથા અભાવ થાય ત્યારે જ થાય છે. [ જેમ મૂળ વિના શાખા ન હોય, પુરુષ વિના ત્રણ ન હોય, તેમ ચારિત્ર વિના અતિચાર પણ ન હોય.] મૂલ આદિ ત્રણમાં અતિચાર ન હોવાથી ત્રણના દષ્ટાંતની ઘટના થઈ શકે નહિ. આથી હવે (વણના દષ્ટાંત વિના) મૂલ આદિ પ્રાયશ્ચિત્તનું પણ સ્વરૂપ ક્રમશઃ કહીશ. (૨૦) + તપભૂમિ એટલે તપ કરવાની મર્યાદા. આદિ, મધ્ય અંતિમ તીર્થકરના શાસનમાં ઉત્કૃષ્ટ (=વધારેમાં વધારે) તપભૂમિ અનુક્રમે ૧૨, ૮ અને ૬ માસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org