________________
ગાથા ૧૯ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૫૫ :
પાંચમા શલ્ય સમાન અશુભ સ્વપ્ર વગેરે કોઈ અતિચાર કિયાનિષેધ સમાન કાર્યોત્સર્ગ નામની ભાવચિકિત્સાથી દૂર થાય છે.
છઠ્ઠા શલ્ય સમાન પૃથ્વીકાયસં ઘટ્ટ વગેરે અતિચાર હિતમિત ભોજન કે ભેજનત્યાગ સમાન નવી આદિ તપ રૂપ ભાવચિકિત્સાથી દૂર થાય છે.
તપથી પણ અતિચારશલ્ય કે અતિચારશલ્યથી થયેલ ભાવવ્રણ દૂર ન થાય તે તેને બગડી ગયેલ માંસાદિના છેદ સમાન પાંચ અહોરાત્ર આદિ દીક્ષા પર્યાયના છેદરૂપ ભાવચિકિત્સાથી દૂર કરે છે. (૧૮)
છેદથી અપરાધશુદ્ધિ થવાનું કારણ:छिजति दसियभावो, तहोमरायणियभावकिरियाए । संवेगादिपमावा, सुज्झइ णाता तहाणाओ ॥ १९ ॥
દીક્ષાપર્યાયને ઓછો કરવાથી, અર્થાત્ સાધુની લઘુતા કરવાથી, સાધુના દૂષિત અધ્યવસાય દૂર થાય છે. કારણ કે લઘુતા કરવાથી તે સાધુમાં સંવેગ, નિવેદ વગેરે ગુણો ઉત્પન્ન થાય છે. લઘુતાથી થયેલા સંવેગ-નિર્વેદ આદિ ગુણોના પ્રભાવથી થતા આપ્તપદેશના પાલનથી બુદ્ધિમાન સાધુ શુદ્ધ થાય છે. તેવા પ્રકારના અપરાધની શુદ્ધિ માટે ભગવાનને આ ઉપાય ઈષ્ટ છે. (યતિજી, ગા. ૨૭૬) કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org