________________
: ૨૫૪ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પચાશક ગાથા ૧૫થી૧૮
છે. ભિક્ષાશ્રમજી આદિથી થયેલ અત્યંત સૂક્ષ્મ અતિચાર પ્રથમ શયતુમ છે. આવાચના પ્રથમ શલ્યમાં માત્ર શજ્યેષ્ઠાર સમાન છે. જેમ પ્રથમ શલ્યમાં શયાદ્વાર સિવાય બીજે કાઈ ઉપાય જરૂરી નથી, તેમ આમાં પણ આવેાચના સિવાય બીજા કાઈ પ્રાયશ્ચિત્તની જરૂર નથી.
""
સમિતિ-ગુપ્તિ આદિના ભંગ રૂપ બીજા પ્રકારના અતિચાર “અરે! હું નિષ્કારણ સમિતિ-ગુપ્તિમાં પ્રમાદવાળા કેમ બનું છું ? સમિતિ-ગુપ્તિના લગ થવામાં પુષ્ટ કારણ કાઈ જ નથી. આવા પ્રકારના પશ્ચાત્તાપ સહિત મિચ્છામિદુક્કડ' આપવા રૂપ પ્રતિક્રમણ ચિકિત્સાથી દૂર થાય છે. પ્રતિક્રમણ ચિકિત્સા બીજા પ્રકારના શચેાદ્ધારમાં ત્રમન તુલ્ય છે. (૧૬)
ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદ્રિ વિષયેામાં માત્ર મનથી રાગ-દ્વેષ કરનાર મુનિ ત્રીજી ત્રણમદન-કણુ મલપૂરણ સમાન મિશ્ર નામની ચિકિત્સાથી શુદ્ધ થાય છે. મનેાગત રાગાદિશલ્ય આલેાચના-પ્રતિક્રમણુ એ ઉભયને ચેગ્ય છે.
અનેષણીય ભેજનાદિ ગ્રહણ રૂપ ચાથા શલ્યસમાન અતિચારમાં. આ ભાજનાદિ અશુદ્ધ છે એમ જાણીને તેને પરઠવવા રૂપ લેાહી કાઢવા સમાન વિવેક નામની ભાવ. ચિકિત્સાથી શુદ્ધ થાય છે. (૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org