________________
ગાથા ૧૫થી ૧૮ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૫૩ :
ભાવવ્રણને સુમબુદ્ધિથી જાણવાની આવશ્યકતા :एसो एवंरुवो, सविगिच्छो एत्थ होइ विण्णेओ । सम्मं मावाणुगतो, णिउणाए जोगिबुद्धीए ॥ १५ ॥
પ્રાયશ્ચિતના અધિકારમાં ઉક્ત સ્વરૂપવાળા ભાવવ્રણને હવે કહેવાશે તે ચિકિત્સા સહિત અને રહસ્ય સહિત બરાબર જાણવું જરૂરી છે. પણ ગમે તેવી બુદ્ધિથી નહિ, કિંતુ ગીઓની સૂક્ષમબુદ્ધિથી જાણવું જોઈએ. કારણ કે
ગીઓ જ આધ્યાત્મિક અર્થનું વિવેચન કરવામાં ચતુર ચિત્તવાળા હોય છે. (અર્થાત્ આ ભાવવ્રણ ભૌતિક દૃષ્ટિથી બરાબર ન સમજી શકાય, આધ્યાત્મિક દૃષ્ટિથી જ સમજી શકાય. માટે આધ્યાત્મિક દષ્ટિવાળા બનીને આ ભાવવ્રણને સમજવું જરૂરી છે.] (૧૫) ભાવવ્રણની ચિકિત્સા :भिक्खायरियादि सुज्झति, अध्यारो कोइ वियडणाए उ । बितिओ उ असमितो मित्ति कीस सहसा अगुत्तो वा ॥ १६ ॥ सदादिएसु रागं, दोसं व मणे 'गओ तइयगम्मि । गाउं अणेसणिज्ज, भत्तादि विगिंचण चउत्थे ॥ १७ ॥ उस्सग्गेण विसुज्झति, अइयारो कोइ कोइ उ तवेणं । तहविय असुज्झमाणे, छेयविसेसा विसोहंति ॥ १८ ॥
ભિક્ષાબ્રમણ, સ્વાધ્યાય ભૂમિમાં જવા* આદિથી થયેલ કોઈક અત્યંત સૂક્ષમ અતિચાર આચનાથી જ દૂર થાય બસો ડગલાની ઉપર” એ સ્વયં સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org