________________
: ૨૩૪ : ૧૫ આચનાવિધિ-પંચાશક ગાથા ૩૫
આ (અનંતરોક્ત) અતિચારો મૂલગુણ - ઉત્તરગુણ સંબંધી છે. તદુપરાંત જીવાદિ પદાર્થોની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે પણ અતિચારો છે. આ અતિચારો અનંતરોક્ત પૃથ્વી સંઘટ્ટન આદિ અતિચારની અપેક્ષાએ મોટા છે. કારણ કે આ અતિચારો સુધર્મરૂપ મહાવૃક્ષના મૂળસમાન સમ્યકૂવને દૂષિત કરે છે.
ઉક્ત બધા અતિચારો આગ, અનાભાગ, સહસાકાર, ભય, રાગ-દ્વેષ વગેરેથી થાય છે. આગ આ અકર્તવ્ય છે એવું જ્ઞાન.
અનાગ=આ અકર્તવ્ય છે એવા જ્ઞાનનો અભાવ. (ત મનઃ ) આમ અનેક અતિચારો અનેક રીતે થતા હોવાથી સંપૂર્ણ પણે આલોચના કરવી જોઈએ. (૩૪)
આલોચના કેવી રીતે કરવી તે જણાવે છે:संवेगपरं चित्तं, काऊण तेहि तेहि सुत्तेहि । सल्लाणुद्धरणविवागदंसगादीहि आलोए ॥ ३५ ॥
આલેચકે શયને ઉદ્ધાર ન કરવામાં થતા વિપાકોને =દુષ્ટ પરિણાને દર્શાવનારાં અને શલ્યને ઉદ્ધાર કરવામાં થતા લાભને દર્શાવનાર તે તે પ્રવચનપ્રસિદ્ધ સૂત્રોથી ચિત્તને સંવેગપ્રધાન (=સવભયપ્રધાન અથવા મોક્ષ તરફ સંવેગવાળું દોડનારું) બનાવીને આલોચના કરવી જોઈએ.
અથવા આ ગાથાને અર્થ આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org