________________
ગાથા ૩૨-૩૩ ૧૫ આલેાચનાવિધિ-પચાશક : ૨૩૩ :
ઉપર શય્યાતર આદિના સબધથી મમત્વ ભાવ રાખવા, શય્યાત્તર આદિની વસ્તુઓનુ' કાગડો, થાન, ગાય આદિથી રક્ષણ કરવુ એ સૂક્ષ્મ અતિચાર છે. સુવણુ આદિ (કિંમતી ઝવેરાત), બહુ ધન, વજ્ર વગેરે રાખવું તે ખાદર
અતિચાર છે.
દિવસે લાવેલુ અશનાદિ દિવસે વાપરવું, દિવસે લાવેલુ અશનાદિ રાતે વાપરવું, રાતે લાવેલુ અશનાર્દિ દિવસે વાપરવું, રાતે લાવેલુ' અશનાદિ રાતે વાપરવું એ છઠ્ઠા વ્રતના અતિચારા છે. (૩૨)
અકલ્પ્ય અશનાદિનું ભાજન કરવું, એષણા સિવાય ચારł સમિતિમાં પ્રયત્નના કાળજીને અભાવ, મહાવ્રતાનું રક્ષણ કરનારી પચીશ ભાવનાએ અથવા ખાર અનુપ્રેક્ષા ન ભાવવી, યથાશક્તિ માસિકી આÊિ ભિક્ષુપ્રતિમા, કૂબ્યાદિ અભિગ્રહે અને વિવિધ તપતુ' સેવન ન કરવું તે અનુક્રમે પિડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, અભિગ્રહ અને તપ રૂપ ઉત્તરગુણુના અતિચારા છે. (૩૩)
* આગલા દિવસે લાવીને ખીજા દિવસે વાપરવું.
+ અહીં ગુપ્તિના અતિચારાના અલગ નિર્દેશ નથી, તથા ઉત્તર ગુણાનું પ્રતિપાદન કરનારી જે સાક્ષિગાથા રીકામાં છે તેમાં ત્રણ ગુપ્તિના સમિતિમાં સમાવેશ કરીને સમિતિના આઠે ભેદ વિક્ષિત છે. આથી અહીં ચાર સમિતિના ઉપલક્ષણથી ત્રણ ગુપ્તિ પણ સમજી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org