________________
: ૨૩૨ : ૧૫ આલોચનાવિધિ-પંચાશક
ગાથા ૩૨
પૃથ્વી–અપ–તેલ-વાયુ - વનસ્પતિ– બેઈદ્રિય- તેઈદ્રિયચઉરિંદ્રિય-પંચેંદ્રિય જી સંબંધી સંઘટ્ટન, પરિતાપ અને વિનાશ એ પહેલા મૂલગુણના અતિચારો છે.
નિદ્રાસંબંધી મૃષાવાદ વગેરે બીજા વ્રતના અતિચારે છે. જેમ કે બેઠા બેઠા (કે ઊભા ઊભા) ઉંઘતા સાધુને કોઈ પૂછે કે તમે ઉંઘે છે? તે નથી ઉંઘતે એમ જે કહે તેને મૃષાવાદને અતિચાર લાગે. તેવી રીતે વર્ષાદ વરસતે હોય ત્યારે વર્ષાદ આવે છે? એમ કઈ પૂછે તે (પૂરી તપાસ કર્યા વિના કે બીજા કોઈ હેતુથી) વર્ષાદ નથી આવતે એમ જે કહે તેને મૃષાવાદને અતિચાર લાગે. આ અતિચારો સુક્ષ્મ છે. આ જ અતિચાર અભિનિવેશથી સેવે તે બાદર (=મોટા) છે.
બીજાએ નહિ આપેલી તુચ્છ=અસાર વસ્તુ લેવી વગેરે ત્રીજા વ્રતના અતિચારો છે. નહિ આપેલ તૃણ, પથ્થરના નાના ટુકડા, રાખ, નાળિયેરની કાચલી (કે માટીની કુંડી) વગેરે લેવું તે સૂકમ અતિચાર છે. સાધર્મિક (–સાધુ) આદિના શિષ્ય આદિ સારભૂત દ્રવ્યનું (રજા વિના) ગ્રહણ કરવું તે બાદર અતિચાર છે.
ગુદ્ધિવિરાધના વગેરે ચોથા વ્રતના અતિચારે છે. સ્ત્રી આદિથી સંસક્ત વસતિમાં રહેવું વગેરે સૂક્ષમ અતિચાર છે. સંકુલેશથી હસ્તકર્મ કરવું વગેરે બાદર અતિચાર છે.
કહપસ્થ એટલે બાળક. બાળક વગેરેમાં મમત્વ વગેરે પાંચમા વ્રતના અતિચારો છે. શય્યાતર વગેરેના બાળક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org