________________
ગાથા-૫
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
: ૭ :
શ્રેષ્ઠ ચારિત્ર કહ્યું છે. આથી કષાયરહિત ચારિત્ર યથાખ્યાત છે. આ ચારિત્ર ઉપશામક અને ક્ષેપક છદ્મસ્થ વિતરાગને, સચાગી કેવલીને અને અચોગી કેવલીને હેય છે. (૩-૪)
ચારિત્રના દેપસ્થાપન વગેરે ભેદે સામાયિકના જ ભેદ હોવાથી આ પ્રકરણમાં છેદેપસ્થાપન વગેરે ચાર ભેદનું વર્ણન નહિ કરે, સામાયિકનું જ વર્ણન કરશે. સામાયિકનું વર્ણન કરવા સામાયિકનું સ્વરૂપ કહે છે - समभावो सामइयं, तणकंचणसत्तुमित्तविसओत्ति । णिरमिस्संग चित्तं, उचियपवित्तिप्पहाणं च ॥ ५ ॥
તૃણ-સુવર્ણ વગેરે જડ પદાર્થોમાં અને શત્રુ-મિત્ર વગેરે ચેતન પદાર્થોમાં સમભાવ તે સામાયિક. અર્થાત્ નિરભિન્કંગ અને ઉચિત પ્રવૃત્તિ પ્રધાન મન સામાયિક છે.
નિરભિવંગ એટલે અભિળંગથી રહિત. રાગ-દ્વેષ અભિવૃંગ છે. આથી નિરભિવંગ એટલે રાગ-દ્વેષથી રહિત. ઉચિતપ્રવૃત્તિ પ્રધાન એટલે ઉચિત પ્રવૃત્તિથી ઉત્તમ. રાગશ્રેષથી રહિત અને ઉચિત પ્રવૃત્તિથી ઉત્તમ એવું મન સામાયિક છે. જેઓ કેવળ નિરભિળંગ ચિત્તને સામાયિક માનીને બાહ્ય ક્રિયા નિરર્થક છે એવી કલ્પના કરે છે તેમને ઉપદેશ આપવા ગ્રંથકાર ભગવાને ચિત્તનું “ઉચિત પ્રવૃત્તિપ્રધાન” એ વિશેષણ મૂક્યું છે. કેવળ નિરભિવંગ ચિત્ત સામાયિક નથી, કિંતુ ઉચિત પ્રવૃત્તિપ્રધાન એવું નિરભિવંગ ચિત્ત સામાયિક છે. ચિત્ત નિરભિવંગ બની જાય છે ત્યારે પ્રાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org