________________
: ૬ :
૧૧ સાધુધર્મવિધિ—પંચાશક
ગાથા-૩-૪
કરે અને પરિહાર તપ કરનારા હતા તે તેમની વૈયાવચ્ચ કરે. પછી વાચનાચાર્ય છ મહિના સુધી પરિહાર તપ કરે. બાકીના આઠમાંથી સાત વૈયાવચ્ચ કરે અને એક વાચનાચાર્ય બને. આ પ્રમાણે પરિહાર કલ્પને અઢાર મહિના કાળ છે. આ કલ્પ પૂર્ણ થયા પછી જિનકલ્પને સ્વીકાર કરે અથવા ગચ્છમાં રહે. તીર્થંકર પાસે કે જેણે તીર્થંકર પાસે પરિહારકલ્પનો સ્વીકાર કર્યો હોય તેની પાસે પરિહારકલ્પને સ્વીકાર થઈ શકે છે, બીજા કોઈ પાસે નહિ.
પરિહારકલ્પનું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથમાંથી જાણું લેવું. પરિહારક૯૫ને પાલન કરનારાઓનું ચારિત્ર પરિહારવિશુદ્ધિ છે.
() સુમસં૫રાય – જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સંપૂરાય. કષાએથી સંસારમાં પરિભ્રમણ થાય છે માટે સંપરાય એટલે કષાય. જેમાં કષાય અત્યંત સૂક્ષમ હોય તે સૂમસં પરાય. તેના વિશુદ્ધયમાનક અને ફિલશ્યમાનક એમ બે ભેદ છે. (વિશુદ્ધયમાનક એટલે ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ થતું. ફિલશ્યમાનક એટલે ઉત્તરોત્તર હીન વિશુદ્ધિવાળું થતું) સપક અને ઉપશમ શ્રેણિમાં ચઢતાને વિશુદ્ધયમાનક તથા ઉપશમશ્રેણિમાં પડતાને ફિલશ્યમાનક સૂક્ષમ સંપરાય હોય છે. (આ ચારિત્ર દશમા ગુણસ્થાને હોય છે.)
(૫) યથાપ્યાત :-જિનેશ્વરોએ જેવું કહ્યું છે તેવું ચારિત્ર તે યથાખ્યાત. જિનેશ્વરોએ કપાયરહિત ચારિત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org