SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩-૪ ૧૧ સાધુધમવિધિ—પંચાશક ૪૫ : (આ ત્રણ પ્રકારમાંથી જે તપની ભાવના-શક્તિ હોય તે તપ કરે.) પારણે આયંબિલ કરે. તથા સાત પ્રકારની ભિક્ષામાંથી પ્રારંભની બે ભિક્ષા ક્યારે પણ ન લે. બાકીની પાંચ ભિક્ષામાંથી પણ દરરોજ “આજે મારે બે જ ભિક્ષા લેવી–બેથી વધારે ભિક્ષા ન લેવી.” એમ બે ભિક્ષા અભિગ્રહ કરીને ત્રણ ભિક્ષાનો ત્યાગ કરે છે. એ બે ભિક્ષામાં એક પાણીની અને એક આહારની હેય. આ પ્રમાણે છ મહિના સુધી કરે. બાકીના પાંચ સાધુએ છ મહિના સુધી દરરોજ ઉક્ત રીતે બે ભિક્ષાના અભિગ્રહપૂર્વક આયંબિલ કરે. પછી જે વૈયાવચ્ચ કરનારા હતા તે છ મહિના સુધી પરિહાર તપ * સાત ભિક્ષા આ પ્રમાણે છે. (૧) અસંસૃષ્ટા:-વહરાવવા નિમિત્તે વહરાવનારને હાથ અને વાસણ ન ખરડાય તે રીતે વહોરવું. (૨) સંસૃષ્ટા :- વહોરાવવા નિમિત્તે વહેરાવનારને હાથ અને વાસણ ખરડાય તે રીતે વહોરવું. (૩) ઊંધુતા -ગૃહસ્થ પિતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું ભેજન વહેરવું. (૪) અ૯પલેપા:પાત્ર આદિને લેપ ન લાગે તેવી (નિરસ વાલ વગેરે) ભિક્ષા. (૫) અવગૃહીતા :- ભોજન વખતે થાળી વાટકી આદિમાં કાઢીને ભોજન કરનારને આપેલા આહારની ભિક્ષા. (૬) પ્રહીત :–ભોજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે મૂળ વાસણમાંથી ચમચા વગેરેમાં કાલે આહાર ભેજન કરનારને ન આપતાં સાધુને વહેરાવે. અથવા જમનાર પિતાના માટે હાથમાં લીધેલી વસ્તુ સાધુને વહેરાવે. (૭) ઉજ્જિતધર્મા :-ગૃહસ્થને નિરુપયેગી તજી દેવા ગ્ય (વધેલા) આહારની ભિક્ષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy