________________
: ૪ :
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૩-૪
નિરતિચાર છે. અથવા એક તીર્થકરના તીર્થમાંથી બીજા તીર્થકરના તીર્થમાં જનારા સાધુને અપાતું છેદેપસ્થાપન નિરતિચાર છે. જેમકે–પાશ્વનાથના તીર્થમાંથી મહાવીર સ્વામીના તીર્થમાં જનારા સાધુને પાંચ મહાવ્રતાનું આરોપણ મૂલગુણેને ઘાત કરનારને ફરીથી મહાવ્રતનું આરેપણ કરવામાં આવે તે સાતિચાર છેદેપસ્થાપન છે.
(૩) પરિહારવિશુદ્ધિ-તપવિશેષને પરિહાર કહેવામાં આવે છે. જેમાં પરિહાર તપથી વિશુદ્ધિ હોય તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર. તેના નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક એમ બે ભેદ છે. વર્તમાનમાં પરિહારવિશુદ્ધિનું સેવન કરી રહેલા સાધુઓ નિર્વિશમાનક છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર તેમનાથી ભિન્ન ન હોવાથી તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ નિર્વિશમાનક કહેવાય. જેમણે પરિહારવિશુદ્ધિનું સેવન કરી લીધું છે તે સાધુઓ નિર્વિષ્ટકાયિક છે. ચારિત્ર તેમનાથી ભિન્ન ન હોવાથી તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ નિર્વિષ્ટકાયિક છે.
આ ચારિત્રમાં નવ સાધુઓને ગણ હોય છે. તેમાં ચાર પરિવાર તપનું સેવન કરે, બીજા ચાર તેમની સેવા કરે અને એક વાચનાચાર્ય બને. પરિહાર તપના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણેઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ. શિયાળામાં , છઠ્ઠ , અઠ્ઠમ , , ચાર ઉપવાસ ચોમાસામાં ત્રણ ઉપવાસ , ૪ ઉપવાસ અપાંચ ઉપવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org