________________
ગાથા-૩-૪
૧૧ સાધુધર્મવિધિ—પંચાશક
: ૪ :
રહિત જ્ઞાનાદિગુણોને લાભ તે (વ્યાકરણના નિયમ પ્રમાણે
પ્રત્યય લાગતાં) સામાયિક. સામાયિક સકલસાવવયોગોની વિરતિરૂપ છે. આ વ્યાખ્યા સામાયિકના ભેદની વિવક્ષા વિના સર્વ સામાન્ય સામાયિકની છે. સામાયિકના ભેદની વિવક્ષા કરવાથી આ (=સર્વસાવદ્યગેની વિરતિ રૂપ) જ સામાયિક શબ્દથી અને અર્થથી ભિન્ન ભિન્ન બની જાય છે. [જેમ કે છેદેપસ્થાપન સામાયિક, પરિહારવિશુદ્ધિ સામાચિક
અથત ચારિત્રના છેદો પસ્થાપન વગેરે અને જિનકલ્પિક વગેરે ભેદે પરમાર્થથી તો સવસાવયોગવિરતિરૂપ સામાયિકના જ ભેદ-જુદી જુદી કક્ષાઓ છે.] સામાયિકના ઈવર અને યાવસ્કથિક એમ બે પ્રકાર છે. જે થોડા ટાઈમ સુધી રહે તે ઈવરસામાયિક. ઈવર સામાયિક ભરત અને ઐવિત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જેને મહાવ્રતનું આરોપણ કરવામાં આવ્યું નથી તેવા નવદીક્ષિત સાધુને હોય. જે જીવનપર્યત રહે તે યાવસ્કથિક સામાયિક. આ સામાયિક ભરત–એરવતક્ષેત્રમાં મધ્યમ બાવીશ જિનેશ્વરોના અને મહાવિદેહમાં સર્વતીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને હોય. કારણ કે તેમને બીજુ છેદે પસ્થાપન ચારિત્ર હોતું નથી.
(૨) છેદપસ્થાપન -જેમાં પૂર્વ પર્યાયનો છેદ કરીને મહાવતેનું ઉપસ્થાપન-આરોપણ કરવામાં આવે તે છેપસ્થાપન. તેના સાતિચાર અને નિરતિચાર એમ બે ભેદ છે. ઈવર સામાયિકવાળા નવદીક્ષિતને અપાતું છેદે પસ્થાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org