________________
૨. ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૩-૪ ચારિત્રના પાંચ પ્રકાર :सामाइयस्थ पढमो, छेओवट्ठावणं भवे बीयं ।। परिहारविसुद्धीय, सुहुमं तह संपरायं च ॥ ३ ॥ तत्तो य अहक्खायं, खायं सव्वम्मि जीवलोगम्मि । जं चरिऊण सुविहिया, वञ्चति अणुत्तरं मोक्खं ॥४॥
પહેલું સામાયિક, બીજુ દેપસ્થાપન, ત્રીજું પરિહારવિશુદ્ધિ, ચોથું સૂઢમસં૫રાય અને પાંચમું યથાખ્યાત એમ ચારિત્રના પાંચ પ્રકાર છે. જેનું પાલન કરીને સાધુઓ શ્રેષ્ઠ એવા મોક્ષમાં વર્તમાનકાળે જાય છે, ભૂતકાળમાં ગયા છે અને ભવિષ્યકાળમાં જશે તે યથાખ્યાત ચારિત્ર બધા છમાં પ્રસિદ્ધ છે.
પ્રશ્ન :- યથાખ્યાત ચારિત્ર બધા જીવોમાં પ્રસિદ્ધ કેવી રીતે છે?
ઉત્તર :- યથાખ્યાત ચારિત્રના કુલભૂત સર્વજ્ઞપણું વગેરે ગુણગણથી યુક્ત તીર્થકર વગેરે ઉત્તમ પુરુષે સર્વ જીમાં પ્રસિદ્ધ હેવાથી યથાખ્યાત ચારિત્ર પણ સર્વ જીવોમાં પ્રસિદ્ધ છે.
ચારિત્રના સામાયિક આદિ પાંચ ભેદનું સ્વરૂપ આ પ્રમાણે છે –
(૧) સામાયિક - સમ અને આય એ બે શબ્દોથી સામાયિક શબ્દ બન્યો છે. સમ એટલે રાગાદિ વિષમતાથી રહિત જ્ઞાનાદિગુણે. આય એટલે લાભ. રાગાદિ વિષમતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org